ભાવનગર શિશુવિહાર આયોજિત નિરમા લિમિટેડ ના સૌજન્ય થી ભાલ ના સનેરા પ્રાથમિક શાળા ખાતે આરોગ્ય શિબિર યોજાય

691
ભાવનગર શિશુવિહાર સંસ્થા આયોજિત નિરમા લિમિટેડનાં સૌજન્યથી તા.૧૧ ડિસેમ્બરને બુધવારે ભાલ વિસ્તાર ના સનેસ ગામ ની પ્રાથમિક શાળામા ગ્રામજનોને ચશ્મા વિતરણ તથા આરોગ્ય તપાસ અને આ જ પ્રાથમિક શાળાના બાળકો ની હિમોગ્લોબિન તપાસ કરવામાં આવેલ. જેમા ૧૦૨ દર્દી નારાયણને ચશ્માનાં નંબર તપાસીને ચશ્મા આપવામા આવેલ તથા ગ્રામ જનોને આરોગ્ય તપાસ કરીને ૧૧૧ દર્દી નારાયણો ને દવા આપવામા આવેલ. શાળાનાં ૫૦ બાળકો ને હીમોગ્લોબિન તપાસી ને ૭ બાળકોની દવા આપવામા આવેલ. આ કાર્યક્રમમાં નિરમા લિમિટેડનાં શ્રી હિતેશભાઈ ડાવરા,સરપંચ શ્રી વલ્લભાઈ ચુડાસમા,શાળા નાં આચાર્ય શ્રી જયેશભાઇ પટેલ,ડૉ.શ્રી જશુબહેન જાની,શ્રી હિરેનભાઈ  જાંજલ,શ્રી મીનાબહેન મકવાણા, શ્રી નીર્મોહિબહેન ભટ્ટ, શ્રી રેખાબહેન ભટ્ટ તથા શ્રી રાજુભાઈ મકવાણા એ સેવા આપેલ.
Previous articleભાવનગર શિશુવિહાર સંસ્થા દ્વારા આપતકાલીન તાલીમ થી વિદ્યાર્થી ઓ ને અવગત કર્યા
Next articleડેઝી શાહ ગુજરાત-ઇલેવન ફિલ્મને લઇ આશાવાદી છે