ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષા વધે અને પૂરક રોજગારી મળે તે હેતુથી ‘આમળા’ની વિવિધ બનાવટો અંગે કાર્યશાળા યોજાઇ

986

નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષા વધે અને પૂરક રોજગારી મળી રહે તે હેતુથી ગુજરાત ઔષધીય
વનસ્પતિ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.૯મી ડિસેમ્બર ૨૦૧૯ના રોજ સરકારી ઔષધિય વનસ્પતિ ઉદ્યાન,
ગાંધીનગર ખાતે આમળાની જુદી જુદી બનાવટો બનાવવા અંગેની એક દિવસીય મુલ્યવર્ધન કાર્યશાળા
યોજાઇ હતી.આ કાર્યશાળામાં ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી શ્રી ડૉ.જગદીશ
પ્રસાદે આમળાના વિશિષ્ટ ગુણોની વિસ્તૃત માહિતી આપી હતી.


આ કાર્યશાળામાં ‘આમળા’ની વિવિધ બનાવટો જેવી કે આમળાનો રસ, શરબત, મુરબ્બો, જામ,
બરફી, ચટણી, ગળ્યું તેમજ ખાટુ અથાણું વગેરે પ્રત્યક્ષ બનાવીને sનિદર્શન કરવામાં આવ્યું હતું. આ
આમળાની જુદી-જુદી બનાવટો ચાખીને કાર્યશાળામાં આવેલ તમામ લાભાર્થીઓએ બિરદાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ, ગાંધીનગર તરફથી વર્ષ ૨૦૧૪-૧૫
દરમિયાન ૧૭ બિન સરકારી સ્વેચ્છિક સંસ્થાઓને આમળાના રસ કાઢવાનુ મશીન તેમજ નાણાકીય સહાય
કરવામાં આવી હતી. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ તેઓના અનુભવોના આદાન-પ્રદાન કરી ભવિષ્યની
કાર્યયોજના તૈયાર કરવાનો હતો, જેથી સ્થાનિક લોકોની સ્વાસ્થય સુરક્ષા સાથે પૂરક રોજગારી મેળવવા માટે
મહિલા સ્વસહાયજૂથોને પગભર બનાવી શકાય તેમ, ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડની યાદીમાં જણાવાયું
હતું.

Previous articleસ્ટાર રતિ અગ્નિહોત્રીએ ત્રણ વર્ષમાં ૩૨ ફિલ્મ કરી : રિપોર્ટ
Next articleસુરત જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ નો માનવીય અભિગમ માનવ સેવા એજ માધવ સેવા ને ચરિતાર્થ કરતો સંદેશ