પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘણીના પિતાશ્રી સ્વ.શ્રી સવજીભાઈ વાઘાણીની છઠ્ઠી પુણ્યતિથિ પર આગામી ૧૫મી ડિસેમ્બરે અનેક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાશે

516
ભારતીય જનતા પાર્ટીએ માત્ર રાજકીય પાર્ટી નહીં પણ જનસેવા માટે સતત સમર્પિત એક સંગઠન અને સંસ્થા પણ છે પંડિત દિનદયાળજીના એકાત્મ માનવવાદના વિચારો ને મૂર્તિમંત કરતા છેવાડાના માનવી અને ગરીબ લોકોની સેવાને માધ્યમ બનાવી ભાવેણાની જનતાની સેવા અર્થે આગામી ૧૫મી ડિસેમ્બરે સવારે ૯/૦૦ થી ૧૨/૦૦ કલાક દરમ્યાન ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીના પિતાશ્રી સ્વ.શ્રી સવજીભાઈ વાઘાણીની છઠ્ઠી પુણ્યતિથિએ દર વર્ષની પરંપરા અનુસાર અનેક સેવા ભાવિ સંસ્થાઓના સહયોગથી *”મેગા મેડિકલ કેમ્પ”* નું આયોજન ઝાંસીની રાણી શ્રી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળા, શાળા નં. ૪૯/૫૨, અક્ષરપાર્ક, કુંભારવાડા ખાતે કરવામાં આવેલ છે.
આ અંગે આજે સરકીટ હાઉસ ખાતે કાર્યકર્તાઓને આ *”મેગા મેડિકલ કેમ્પ”* અંગે માહિતી આપતા શહેર મહામંત્રીશ્રી મહેશભાઈ રાવલ અને પૂર્વ કાર્યકારી કુલપતિશ્રી ગીરીશભાઈ વાઘાણી, મહામંત્રીશ્રી વનરાજસિંહ ગોહિલ, શ્રી રાજુભાઇ બામભણીયા સહિતના પાર્ટીના પદાધિકારીઓ એ સયુક્તમાં જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીનો જન્મ દિવસ હોય કે તેમના પિતાશ્રી સ્વ.શ્રી સવજીભાઈ વાઘાણીની પુણ્યતિથિ હોય હંમેશા પ્રદેશ અધ્યક્ષશ્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણીએ માનવ સેવાને પોતાનો ધર્મ બનાવી પોતાના મત વિસ્તાર અને ભાવેણા ની જનતાને સમર્પિત રહી પોતાના પરિવારના સુખ, દુઃખના પ્રસંગે હંમેશા માનવસેવાને ધર્મ બનાવી કાર્ય કરતા રહ્યા છે ત્યારે સ્વ.શ્રી સવજીભાઈ વાઘાણી ની છઠ્ઠી પુણ્ય તિથિએ આગામી ૧૫મી ડિસેમ્બરે સવારે ૯/૦૦ વાગ્યાથી બપોરે ૧૨/૦૦ વાગ્યા સુધી સર.ટી.હોસ્પિટલ, ભાવનગર. પી.એન.આર. સોસાયટી, ભાવનગર, સ્વામી વિવેકાનંદ હોમિયોપેથી મેડિકલ કોલેજ, ભાવનગર, સત્ય સાંઈ ચેરીટેબલ ટ્રસ્ટ, ભાવનગર, તાપિબાઈ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ, ભાવનગર, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર ના સહયોગથી નિઃશુલ્ક *મેગા મેડિકલ કેમ્પ* નું આયોજન ભારતીય જનતા પાર્ટી ના સહયોગથી કરવામાં આવેલ છે જેમાં દર્દીઓ ને તમામ પ્રકારના દર્દીઓને તમામ પ્રકારના રોગોની સારવાર અને દવાઓ ફ્રી નિઃશુલ્ક આપવામાં આવશે આ ઉપરાંત અનેક પ્રકારના રિપોર્ટ્સ, ઓપરેશનો અને જરૂરી સુવિધાઓ દ્વારા જરૂરિયાત મંદ લોકોને તમામ પ્રકારની સારવાર, ઓપરેશનો અને દવાઓ ફ્રી નિઃશુલ્ક પુરી પાડવામાં આવશે તો આ મેગા મેડિકલ કેમ્પમાં ભાવેણા ની જનતાને અને જરૂરિયાત મંદ દર્દીઓને લાભ લેવા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી અને તેમના વાઘાણી પરિવાર તથા ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગર દ્વારા સયુક્તમાં અનુરોધ કરવામાં આવેલ છે. કાર્યક્રમને સફળ બનાવવા અનેક સેવાભાવી સંસ્થાઓ, તેમના પ્રતિનિધિશ્રીઓ, શહેર સંગઠનના પદાધિકારીશ્રીઓ, નગરસેવકશ્રીઓ, શિક્ષણ સમિતિના સદસ્યો, સેલ મોરચાના પદાધિકારીઓ, વોર્ડ પ્રમુખ-મહામંત્રીશ્રીઓ સહિત અનેક કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને જીતુભાઇ વાઘણીનું મિત્રવર્તુળ પરિવાર જહેમત ઉઠાવી રહ્યા છે. આજની બેઠકમાં  મહામંત્રીશ્રી મહેશભાઈ રાવલ, શ્રી વનરાજસિંહ ગોહિલ, શ્રી રાજુભાઇ બામભણીયા, શ્રી ગીરીશભાઈ વાઘાણી, સ્ટે.કમિટી ચેરમેનશ્રી યુવરાજસિંહ ગોહિલ, નેતાશ્રી પરેશભાઈ પંડ્યા, પૂર્વ મેયરો નરેન્દ્રભાઈ ચાવડા, નિમુબેન બામભણીયા, બાબુભાઇ સોલંકી, સુરેશભાઈ ધંધાલ્યા સહિત અનેક આગેવાનો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકો હાજર રહ્યા હતા. 
Previous articleદામનગર શહેર તેમજ લાઠી તાલુકા ના તાજપર આંગણવાડી કેન્ડો ખાતે ડો પારૂલબેન દંગી ની અધ્યક્ષતા માં રાષ્ટ્રીય સુપોષણ અભિયાન ની ઉજવણી
Next articleદિકરીઓમાં શિક્ષણ સ્તર વધે તેમજ ડ્રોપ આઉટ રેશીયો ઘટે તે અંગેના જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવા કલેક્ટરશ્રીની સૂચના