ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરીમાં મુંબઈના મલાડમાં થશે! આપણા દેશમાં મહિલાઓ પર અત્યાચાર દિવસેને દિવસે વધતો જાય છે અને લોકોને તેમજ સમાજને જાગૃત કરવા માટે અવ નવી ફિલ્મો બની હતી છે ત્યારે હાલમાં દિનેશ ઝાલા દ્વારા લેખક-નિર્દેશિત આગામી હિન્દી શોર્ટ ફિલ્મ ‘કલેશ’નું ફર્સ્ટ લુક સામે આવ્યું હતું જેમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે તાહીરા મીશ્રી અને ક્રિએટિવ હેડ આદિત્ય સરફરે અને ડ્રિમ્સ પિક્ચર બેનર હેઠળ બનવા જઇ રહી છે જેમાં મુખ્ય ભૂમિકામાં સુરભી તિવારી તેમજ અપરણા અભિજિત સાથે અન્ય કલાકરો જોવા મળશે આ ફિલ્મની કહાની રેપીસ્ટના મોં પર તમાચા સમાન છે અને આ ફિલ્મ દેશ-વિદેશના આંતરાષ્ટ્રીય ફોલ્મ ફેસ્ટિવલમાં મોકલવામાં આવે
નિર્દેશક દિનેશ ઝાલાએ અગાવ પણ ઇન્ટરનેશનલ અવોર્ડ વિનિંગ ગુજરાતી ફિલ્મ ‘રોલ નંબર ૫૬’અને હાલમાં રિલીઝ થયેલ ફિલ્મ ‘રઘુ સીએનજી’માં કાસ્ટિંગ ડિરેકટર તરીકે કામ કરી ચુક્યા છે નિર્દેશકના જણાવ્યું પ્રમાણે આ ફિલ્મને ફેબ્રુઆરીમાં આંતરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલવામાં આવશે ત્યારબાદ તેમના ભારતના શોર્ટ ફિલ્મ પ્લેટફોર્મ પર રીલિઝ કરવામાં આવે