- ભાવનગર ના કુંભારવાડા વિસ્તાર માં આવેલ સૈયદ જલાઉદ્દીન મસ્તાનશા વલી ૭૨ ચોંકી ના માલિક નો ઉર્ષ મુબારક સતત ત્રણ દિવસ ઉત્સાહ પૂર્વક ઉજવવાયો હતો.
જેમાં રફાઇ શબ્બીર ભાઈ દ્વારા મિલાદ શરીફ પઢી ને અકીદત મંદો ને મંત્રમુગ્ધ કર્યા હતા ત્યાર બાદ બીજા દિવસે જલાલ ઉસ્તાદ ની મસ્જિદ પાસે થી સંદલ શરીફ વાજતે ગાજતે સૈયદ જલાઉદ્દીન મસ્તાનશા વલી ના ચિલ્લા મુબારક ખાતે લઈ જવામાં આવેલ ત્યાર બાદ સિદી ધમાલ એ ભારે આકર્ષણ જમાવ્યું હતું,એ પછી અકીદત મંદોએ ન્યાઝ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી
ત્રણ દિવસ ચાલેલા આ ઉર્ષ નું સંચાલન ખાદીમ અબ્બાસ બાપુ અને મસ્તાન કમિટી ની સમગ્ર ટીમે ખડેપગે રહીને સુંદર વ્યવસ્થા કરી હતી
નિતીન મેર
ઘોઘા