સુરત દસનામ સમાજ અને શંભુદળ યુવા બ્રિગેડ ઓલ ઇન્ડિયા આયોજીત ગુરુ દતાત્રેય ભગવાન જયંતિની ભવ્ય ઉજવણી તા૧૧/૧૨ / ૨૦૧૯ ને બુધવાર ના રોજ કતારગામ પારસનાથ મહાદેવ મંદિરના પટાગણમા સાંજના ૬થી ૧૨ દરમ્યાન કતારગામ પારસનાથ મહાદેવ ગુરુ દતાત્રેય જયંતિ ની ઉજવણી ધામધુમથી કરવામાં આવેલ જે પંચ દસનામ અખાડા ના થાણાપતિ બુધ્ધગીરીબાપુના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જેમા કથાકાર સંત જસુભારથીબાપુ સહિત મોટી સંખ્યામાં સંતો,સુરતના વિવિઘ વિસ્તારના દસનામ સમાજના મહંતો,અગ્રણી ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. દીપપ્રાગટય બાદ ગુરુ દતભગવાનની સમુહ આરતી કરવામાં આવેલ, ત્યારબાદ સોમનાથ મહાદેવ મંદિર અમરોલી ના મહંત જયંતિગીરીબાપુ એ સ્વાગત પ્રવચન કરેલ,ત્યારબાદ સંતો મહંતોનુ ફુલહાર અને ભગવા વસ્ત્રથી સન્માન કરવામાં આવેલ ઉજવવામાં આવેલ સંતો મહંતો અગ્રણી ઓએ પ્રાસંગિક ઉદ્દબોધન કરેલ રાત્રે રાધે ધુન મંડળ ના સથવારે સંતવાણી યોજાયેલ,રસોઇના મુખ્ય દાતા ભગવતી કટપીસ અને ખોડીયાર કટપીસવાળા રમેશપુરી(ગેળા)અને ભમરગીરી ગેળા) રહેલ ૩૦૦ ઉપરાંત ભાવિકોએ ભોજન લીધેલ,સમગ્ર કાયઁક્રમ નુ સફળતા પૂર્વક સંચાલન હાદિઁકપુરી એ કરેલ તેમજ આભારવિધિ સુરત જીલા શંભુદળ મહામંત્રી અરુણપુરી અને રાષ્ટ્રીય મહામંત્રી મહેશગીરી ગોસ્વામી એ કરેલ એમ કતારગામ શંભુદળ પ્રમુખ જગદીશગીરી ની યાદીમાં જણાવાયું છે