રાજુલા-જાફરાબાદ તાલુકામાં કોંગ્રેસ નવસર્જન યુવા રોજગાર અભિયાન કોંગ્રેસ આગેવાન અંબરીશ ડેર દ્વારા યુવાનોના ફોર્મ ભરવાનું શરૂ કરાયું. બેરોજગાર યુવાનોની કતારો લાગી હતી. રાજુલા-જાફરાબાદ તાલુકા અને શહેર સહિત ૬ જગ્યાએ બેરોજગાર યુવાનોને જો કોંગ્રેસ સરકાર આવશે સત્તા પર તો બેરોજગાર લાયકાત ધરાવતા યુવાનો માટે જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી કોંગ્રેસ દ્વારા રોજગારી ભથ્થુ ૩પ૦૦, પોસ્ટ ગ્રેજ્યુએટ યુવાનોને રૂા.૪૦૦૦ અને ધોરણ ૧રને રૂા.૩૦૦૦ આપવા કોંગ્રેસ પક્ષ બંધાયેલો રહેશે. આ બાબતને સાકાર કરવા કોંગ્રેસ આગેવાન અને નગરપાલિકા પૂર્વ પ્રમુખ અંબરીશભાઈ ડેર દ્વારા કુલ છ જગ્યાએ બેરોજગારી ફોર્મ ભરાવા માટે સેન્ટરો શરૂ કરાયા. જેમાં રાજુલા શહેર માર્કેટ યાર્ડ સામે તેમજ ડુંગર બસ સ્ટેશન વિસ્તાર, જાફરાબાદ બંદર ચોક તેમજ ટીંબી આજે તા.ર૦ બુધવારે રાજુલા તાલુકાના ચાંચ ગામે સાંજના ૪ થી ૭ સ્થળ બહુચર માતાજીના મંદિર પાસે તેમજ આવતીકાલે એટલે આજે તા.ર૦-૯ બીજી ટીમ દ્વારા ડેડાણ ગામે બુધવારે સવારે ૯ થી ૧ર સ્થળ બસ સ્ટેશન ચોક રહેશે તેવી જાણકારી યુવાનોને મળવાથી દરેક સેન્ટરો બેરોજગાર યુવાનોની ભીડથી છલકાયા હતા.