સંગમ ટોકીઝના કમ્પાઉન્ડમાંથી હાથકાપનો જુગાર રમતા ૬ ઝબ્બે

743
bvn2532018-4.jpg

શહેરના જુનાબંદર રોડ પર આવેલ બંધ સંગમ ટોકીઝના ખુલ્લા કમ્પાઉન્ડ હાથકાપનો જુગાર રમતા કુલ ઈસમોને આરઆસેલની ટીમઅને ગંગાજળીયા પોલીસે સંયુકત રેડ કરી રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપીલીધા હતાં. 
આર.આર.સેલ ભાવનગર વિભાગના પો.સ્ટાફના માણસો ભાવનગર સીટી વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.કોન્સ ઉમેશભાઇ સોરઠીયાને મળેલ હકિકત આધારે આર.આર.સેલ ભાવનગર વિભાગના પો.સ્ટાફના માણસો તથા ગંગાજળીયા પો.સ્ટે ના પો.સ્ટાફેબંધ સંગમ ટોકિઝ ના કંમ્પાઉન્ડમા ખુલ્લા મેદાનમા જાહેરમાં  જુગાર રમતા કુલ-૬ ઇસમો જેમાદુર્ગેશભાઇ ઉર્ફે ડુટો સુરેશભાઇ મકવાણા રહે. કરચલીયા પરા ચિમનલાલનો ચોક ભાવનગર, ઇશ્વરભાઇ ઉર્ફે જાડીયો વાલજીભાઇ ચૌહાણ રહે.કરચલીયા પરા પોપટનગર રામાપીરના મંદિરની બાજુમા ભાવનગર, મનીષભાઇ ઉર્ફે છોટુ ચંદુભાઇ બારૈયા રહે.કરચલીયા પરા સાંઠફળી જીવાભાઇની દુકાન પાસે ભાવનગર, હરેશભાઇ મગનભાઇ બારૈયા રહે. કરચલીયા પરા પોર્ટ કોલોની પાસે કવા નં-૩૬ ભાવનગર, રાહુલભાઇ ઉર્ફે કપુર જેન્તીભાઇ પરમાર રહે.કરચલીયા પરા   ચીમનલાલાનો ચોક ભાવનગર, મહમદભાઇ અમીભાઇ કુરેશી રહે. કુંભારવાડા નારી રોડ ગુ.હા.બોર્ડ કવા નં-૩૭૮ ભાવનગરને ઉપરોકત જગ્યાએ જાહેરમા હાથકાપનો જુગાર રમતા રોકડા રૂ.૨૦,૫૨૦/- તથા મોબાઇલ નંગ-૬ કિ.રૂ.૧૨,૫૦૦/- મળી કુલ કિ.રૂ.૩૩,૦૨૦/- ના મુદામાલ સાથે જુગાર રમતા પકડી પાડેલ. 

Previous articleસર.ટી. હોસ્પિ. ખાતે મ્યુઝીકલ પ્રોગ્રામ
Next articleમુક બધીરો માટે ટાય એન્ડ ડાયનો વર્કશોપ