રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ના ઉપક્રમે જિલ્લા રમતગમત કચેરી શહેર અને ગ્રામ્ય આયોજિત ખેલમહાકુંભ અંતર્ગત મહાનગર પાલિકા કક્ષા અને જિલ્લા કક્ષા ની તમામ સ્પર્ધાના પ્રથમ,દ્વિતીય,તૃતીય નંબર પર વિજેતા થનાર ખેલાડી ભાઈઓ,બહેનો ને પ્રમાણપત્ર અને શિલ્ડ વિતરણ નું આયોજન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં વિવિધ શાળા-કોલેજોના 3500 થી વધુ વિદ્યાર્થી ભાઇઓ બહેનો તથા કોચ ટ્રેનરો સહીતના ઉપસ્થિત રહ્યા હતા.
અસિતભાઈ વોરા, અધ્યક્ષ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ,ગાંધીનગર ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ ઉપરાંત મેયર મનહરભાઈ મોરી,યુવરાજસિંહ ગોહિલ ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી, એમ.એ ગાંધી કમિશનર,જિલ્લા પુરવઠા અધિકારી,અન્ય પદાધિકારી ઉપસ્થિત રહેલ જેના વરદ હસ્તે પ્રમાણપત્ર ,શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ ને સફળ બનાવવા વ્યાયામ શિક્ષક,રમત કનવીનર,ટ્રેનર,કોચ,કચેરી સ્ટાફે સહીતના સારી જહેમત ઉઠાવી હતી.