મહિલાને શારીરિક તથા માનસીક ત્રાસ આપવાના ગુન્હાનો વોન્ટેડ આરોપીને ઝડપાયો

613

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે મહીલા પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં-૧૯/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૪૯૮(ક), ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા દહેજ ધારા ક-૩ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી લાખાભાઇ રામજીભાઇ રાઠોડ ઉ.વ. ૫૩ રહેવાસી- જુના વાડઝ,તુલસીનગર,સોરાબજી કંપાઉન્ડ, સિંધી બજાર,અમદાવાદ શહેરવાળાને અમદાવાદ ખાતેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ. બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારની સુચનાથી સ્ટાફના એ.એસ.આઇ. પી.આર.સરવૈયા તથા પો.કોન્સ. જગદેવસિંહ ઝાલા તથા નિતીનભાઇ ખટાણા તથા એઝાઝખાન પઠાણ તથા ડ્રાઇવર મહેશભાઇ ભુવા વિગેરે જોડાયા હતા.

Previous articleસ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ખેલ મહાકુંભના વિજેતા ખેલાડીઓનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો
Next articleઉમરાળા તાલુકાના ધારૂકા ગામમાંથી 30 પેટી વિદેશી દારૂ સાથે કાર ઝડપાઇ