ખેલ મહાકુંભમાં અન્ડર 14માં જીલ્લા કક્ષાએ સતત બીજા વર્ષે સિલ્વર મેડલ જીત્યો હતો અને શાળા નું નામ રોશન કર્યું હતું. આસિફખાન પઠાણ દ્રારા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ના ઉપક્રમે જિલ્લા રમતગમત કચેરી શહેર અને ગ્રામ્ય આયોજિત ખેલમહાકુંભ અંતર્ગત મહાનગર પાલિકા કક્ષા અને જિલ્લા કક્ષા ની તમામ સ્પર્ધાના પ્રથમ,દ્વિતીય,તૃતીય નંબર પર વિજેતા થનાર ખેલાડી ભાઈઓ,બહેનો ને પ્રમાણપત્ર અને શિલ્ડ વિતરણ નું આયોજન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં વિવિધ શાળા-કોલેજોના 3500 થી વધુ વિદ્યાર્થી ભાઇઓ બહેનો તથા કોચ ટ્રેનરો સહીતના ઉપસ્થિત રહ્યા હતા