આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મારુ ગામ ટી.બી.મુક્ત ગામ ઘોઘા તાલુકા 2022 અંતર્ગત તાલુકા પંચાયત સદશયઓ અને સરપંચઓનો તાલુકા કક્ષાના સેમિનાર ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવિયાડ, જિલ્લા ક્ષય અધિકારી ડો.કે.આર.સોલંકી,ટી.એચ.ઓ.ડો.સુનિલ પટેલ,ટી.એચ.ઓ.ડો.સૂફીયાન,તાલુકા હેલ્થ સુપર વાઇઝર મનધરા, ઉપપ્રમુખ વિનુભાઈ ગોહિલ ન્યાય સમિતિના ચેરમેન સોહિલભાઈ મકવા તાલુકા પંચાયત સદશ્ય મુકેશભાઈ ગોહિલ,તાલુકા પંચાયત સદસ્ય દક્ષાબેન ડાભી,નરેન્દ્રભાઈ ગોહિલ સહિત તાલુકા પંચાયત સદશયઓ અને સરપંચઓ ઉપસ્થિત રહયા હતા.
તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ દ્વારા ટીબીના વહેલા નિદાન સંપૂર્ણ સારવાર અંગે જન જાગૃતિ તેમજ સમગ્ર તાલુકા માં નિદાન થાય અને ઘોઘા તાલુકાના ટીબીના દર્દીઓ સમય સર લાભ લે તથા ટી.બી.ના રોગનો ફેલાવો ના થાય તેની તકેદારી રાખવા અને બધા સાથે મળી તાલુકા ને ટીબી મુક્ત બનાવવા પ્રયાસ કરવા જણાવ્યું.આ યોજના નો હેતુ ટી.બી.ના દર્દીની સંપૂર્ણ સારવાર રોગનો ફેલાવો અટકાવવા અને લોકકસમુદાયમાં જન જાગૃતિ ઉભી કરવાનો છે