ભાવનગર શહેરમાં આગના બે બનાવ બનવા પામ્યા હતા. જેમાં ફાયર બ્રિગેડ સ્ટાફ બનાવ સ્થળે દોડી જઈ પાણીનો છંટકાવ કરી આગને ઓલવી નાખી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના મોતીતળાવ નાળા પાસે રામાપીર મંદિરની સામેના ભાગમાં આગ લાગ્યાની જાણ ફીરોજભાઈ માલકાણેએ ફાયર બ્રિગેડને કરાતા તુરંત ફાયર સ્ટાફ દોડી જઈ ખુલ્લા પ્લોટમાં રહેલ પ્લાસ્ટીકના જથ્થામાં લાગેલ આગને પાણીનો છંટકાવ કરી બુજાવી દીધી હતી.
જયારે બીપીટીઆઈ પાસેના ખુલ્લા મેદાનમાં રહેલ ઘાસ-પાંદડામાં આગના બનાવની જાણ વિક્રમસિંહ સરવૈયાએ ફાયર બ્રિગેડને કરાતા ફાયર સ્ટાફ દોડી જઈ પાણીનો છંટકાવ કરી આગને ઓલવી નાખી હતી.