શહેરના ચાવડીગેટ ખાતેથી દર વર્ષે ભડીયાદ પીરની ઉર્ષ નિમિત્તે પગપાળા મેદનીનું આયોજન થાય છે. જેમાં આ વર્ષ આજે નિકળેલી પગપાળા મેદનીને મેયર નિમુબેન બાંભણીયાએ પ્રસ્થાન કરાવી હતી.
સેન્ટ્રલ મેદની કમિટિ દ્વારા ભડીયાદ પીરના ઉર્ષ નિમિત્તે દર વર્ષે પગપાળા મેદનીનું આયોજન કરાય છે. જેમાં આજે ચાવડીગેટ ખાતેથી મેદનીનું પ્રસ્થાન કરાવાયું હતું. આ મેદનીનું છેલ્લા ૩પ વર્ષથી આયોજન કરવામાં આવે છે.
ભાવનગરની નિકળેલી પગપાળા મેદની નારી ચોકડી થઈ માઢીયા, અધેલાઈ, ધોલેરા થઈને તા. ર૭ના રોજ ભડીયાદ પીર દરગાહે પહોંચશે. આ મેદનીમાં મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો જોડાયા છે. મેદનીના રૂટમાં શરબત, પાણી ન્યાઝ સહિતની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
મેદનીના પ્રસ્થાન સમયે મેયર ઉપરાંત કસ્બા પ્રમુખ મેહુબબભાઈ શેખ, ભાજપ પ્રમુખ સનત મોદી, વનરાજસિંહ ગોહિલ, નાહીન કાઝી, નિલેશ રાવલ, હનિફ ચૌહાણ, હુસેનમીયા બાપુ, કલદીપસિંહ ચુડાસમા, મહેબુબ માંડવીયા સહિત આગેવાનો તથા મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.