કંગના બોલિવુડની સૌથી વધુ મોંઘી અભિનેત્રી પુરવાર થઇ

826

બોલિવુડમાં કંગના રાણાવત સૌથી વધારે ફી લેનાર અભિનેત્રી તરીકે બની ગઇ છે. તે હવે દિપિકા કરતા આગળ નિકળી ગઇ છે. કંગના ખુબ ઓછી ફિલ્મમાં કામ કરી રહી છે છતાં તે નંબર વન તરીકે બની ગઇ છે. તે હવે તમિળનાડુના પૂર્વ મુખ્યપ્રધાન જયલલિલાની લાઇફ પર બની રહેલી ફિલ્મમાં કામ કરી રહી છે.જે ખુબ મોંઘી ફિલ્મ બની રહી છે. બીજીબાજ દિપિકા પણ કેટલીક ફિલ્મમાં કામ કરી રહી છે.બંને વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે દિપિકાથી લઇને અનેક ટોપ અભિનેત્રીઓએ વારંવાર ફીના મુદ્દે અસમાનતા સંબંધમાં પોતાની નારાજગી વ્યક્ત કરી ચુકી છે. ફિલ્મ પદ્માવતમાં કામ કરતી વેળા દિપિકાએ રણવીર સિંહ અને શાહિદ કપુર કરતા પણ વધારે ફી લીધી હતી. આને લઇને મોડેથી એક ઇન્ટરવ્યુમાં કહેવામાં આવ્યુ હતુ કે તેના દ્વારા આ ફીની માંગ કરવામાં આવી હતી. કારણ કે તે આ ફિલ્મમાં આ રોલ માટે આટલી ફી માટે લાયક હતી. ત્યારબાદ એવી બાબત પણ સપાટી પર આવી હતી કે દિપિકા માત્ર બી ટાઉનન સૌથી ટોપ સ્ટાર જ નથી બલ્કે તે સૌથી વધારે ફી લેનાર અભિનેત્રી પણ છે. હવે તેનો આ તાજ જતો રહ્યો છે. મણિકર્ણકા ધ ક્વીન ઓફ ઝાંસી માટે કંગના રાણાવતે ૧૪ કરોડ રૂપિયાની ફી લીધી હતી. આ ફી હજુ સુધી કોઇ પણ અભિનેત્રી દ્વારા હાંસલ કરવામાં આવેલી સૌથી વધારે ફી હતી.
કોઇ એક ફિલ્મમાં કામ કરવા માટે અન્ય અભિનેત્રી દ્વારા લેવામાં આવેલી ફી કરતા આ ફી અનેક ગણી હતી. સ્ટાર અભિનેત્રી કંગના રાણાવતના કહેવા મુજબ તેની ફી તેના રોલ પર આધારિત રહે છે. કારણ કે દરેક પાત્ર અને ફિલ્મની જુદી જુદી ડિમાન્ડ રહે છે. તેના મુજબ ફી નક્કી કરવામાં આવે છે.

Previous articleજાન્હવી કપુર અનન્યા અને સારા વચ્ચે હવે મુખ્ય સ્પર્ધા
Next articleવિશ્વ વારસો રાણી કી વાવ ખાતે 'વિરાસત' સંગીત સમારોહ