સુજલામ સુફલામ જળ અભિયાન થકી મહુવા તાલુકાના લોંગડી ગામના ગામ તળાવમાં થયો 66 લાખ લીટર પાણીનો સંગ્રહ

551

ભાવનગર,૧૮ – પ્રત્યેક જીવને પોષણ માટે ઇશ્વરે જળરૂપી અનમોલ ભેટ આપી છે અને તેથી જ દરેકનું કર્તવ્ય બને
છે કે પાણીની એક એક બુંદને ઇશ્વરનો પ્રસાદ માની સૌ તેનો ઉપયોગ કરીએ કારણ કે સરવાળે તો જળ બચાવવું એ
જીવન બચાવવા બરોબર છે. અને તેથી જ જળ ની કિંમત જાણી માનવજાતને જળ રૂપે મળેલ આ મહામૂલી ભેટનો
યોગ્ય સંગ્રહ થાય તેમજ આવનારી પેઢીને પાણીની કોઇ તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં
આવ્યુ સુજલામ સુફલામ જળ અભિયાન. જેના મીઠા ફળ હવે ભાવનગર જિલ્લાને પણ મળી રહ્યા છે. સુજલામ
સુફલામ જળ અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાના ૪૦૯ ગામોમાં લોક ભાગીદારીથી આ જળ અભિયાન હાથ
ધરાયુ હતુ. જેમા આ તમામ ગામોના તળાવોને ઉંડા ઉતારવાના તેનુ સમારકામ કરવાના તથા નવિનીકરણના કામો
હાથ ધરાયા હતા.


રાજ્ય સરકાર તથા જન લોકભાગીદારીના આ સહિયારા પ્રયાસથી ભાવનગર જિલ્લામાં તળાવોને ઊંડા ઉતારવાના
કામો તથા નવા બનાવવાના કામ હાથ ધરવામાં આવ્યા હતા જે અંતર્ગત ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના
લોંગડી ગામના ગામ તળાવને પણ ઉંડુ ઉતારવામાં આવ્યું હતું.આ તળાવને ઉંડુ ઉતારવામા આવતા તેમાંથી ૬૬૦૦
ઘન મિટર માટીનો જથ્થો બહાર કઢાયો તેમજ ૬૬ લાખ લીટર વરસાદી પાણીનો સંગ્રહ થવા પામ્યો. તળાવમા
વરસાદી પાણીનો પુષ્કળ સંગ્રહ થતા ગ્રામજનોમા પણ ખુશીની લહેર છવાઇ હતી.આ બાબતે ગ્રામજનોની રૂબરૂ
મુલાકાત લેતા તેઓએ પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા તે જોઇએ.
તળાવમાં 66 લાખ લીટર વરસાદી પાણીનો સંગ્રહ થતા લોંગડી ગામના કિશોરભાઇ મકવાણા સહર્ષ જણાવે છે કે
સુજલામ
સુફલામ યોજના અમારા વિસ્તાર માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થઇ રહી છે. ગામના માલ-ઢોર તેમજ ખેડુતોને
તળાવ ઉંડુ ઉતારવામા આવતા ખુબ લાભ થયો છે.અને વાડીઓમા કુવાના સ્તર પણ ઉંચા આવ્યા છે. આ જ ગામના ભરતભાઇ ચૌહાણ જણાવે છે કે તળાવ ભરાવાના કારણે ખેતીમાં ગામના ખેડૂતોને ખૂબ લાભ થશે
પાણીના તળ ઊંચા આવતા બોર તેમજ કુવામાં નવા પાણી આવશે હજુ પણ આ યોજનાને ચાલુ રાખી નવા તળાવો
બનાવવામા આવે તેમજ હયાત તળાવો ઉંડા ઉતારવામા આવે એવી અમારી માંગણી છે.
જ્યારે પ્રતાપભાઇ બારૈયા કહે છે કે, સુજલામ-સુફલામ યોજના થકી તળાવમાં પાણીનો સંગ્રહ
થતા માલ-ઢોર માટે પિવાનાં પાણીની ખુબ રાહત થશે. ગામમાં પાણી ન આવે ત્યારે તેમજ ખેતીમા પિયત માટે પાણી
ઘટશે ત્યારે આ પાણી ઉપયોગી બનશે.

Previous articleવિશ્વ વારસો રાણી કી વાવ ખાતે 'વિરાસત' સંગીત સમારોહ
Next articleલાઠી બાબરા ના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર ના વરદહસ્તે વિવિધ વિકાસ કાર્યો ના ખાતમહુર્ત કરાયા