એક હજાર હરિભક્તો માટે મુનીસેવાદાસ સ્વામી તેમજ ઉદ્યોગપતિ ભુપતભાઈ મકવાણા એ પોતાના હાથે અદભુત શાક બનાવ્યુ,મોટી સંખ્યામાં હરિભક્તો એ આ ઉત્સવ નો લાભ લીધો.
બોટાદ જીલ્લાના રાણપુર ખાતે પ્રમુખસ્વામી માર્ગ(રેલ્વે સ્ટેશન રોડ)ઉપર આવેલ બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદીર ને પાંચ વર્ષ પુર્ણ થતા પાંચ મો ભવ્ય પાટોત્સવ સાથે શાકોત્સવ ઉજવાયો હતો.પાંચમાં પાટોત્સવ નિમિત્તે મંદીર ખાતે વૈદિક મહાપુજા કરવામાં આવી હતી.આ મહાપુજા માં મોટી સંખ્યા માં હરિભક્તો એ લાભ લીધો હતો જેમાં વિધ્વાન સંતો એ વૈદિક મંત્રોચ્ચાર કરી પાટોત્સવની મહાપુજા કરાવી હતી.જ્યારે પાટોત્સવ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાન ને ભવ્ય અન્નકુટ ધરાવામાં આવ્યો હતો અને અન્નકુટ આરતી કરવામાં આવી હતી.જ્યારે પરમ પુજ્ય પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ નિમિત્તે શાકોત્સવ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.સ્વામિનારાયણ સંપ્રદાય માં શાક ઉત્સવ નું અનેરૂ મહત્વ હોય છે એટલે જ કહેવાય છે કે આખા રીગણા નું શાક ખાવુ હોય તો સ્વામિનારાયણ સંપ્રદાય નું આ શાકોત્સવમાં મુનીસેવાદાસ સ્વામી તેમજ ભુપતભાઈ મકવાણા એ પોતાની જાતે અદભુત શાક બનાવ્યુ હતુ.
આ પાટોત્સવ તેમજ શાકોત્સવની સત્સંગ સભા માં વિધ્વાન સંત પુજ્ય વિવેકનિષ્ઠ સ્વામી એ પાટોત્સવ નું મહત્વ સમજાવ્યુ હતુ તેમજ શાકોત્સવ નું મહત્વ સમજાવતા કહ્યુ હતુ કે વર્ષો પહેલા રાણપુર પાસેના લોયા ગામમાં સ્વામિનારાયણ ભગવાને ભવ્ય શાકોત્સવ કર્યો હતો જેમાં ૬૦ મણ રીંગણા અને ૨૦ મણ ચોખ્ખા ઘી માં સ્વામિનારાયણ ભગવાને શાક નો વઘાર કર્યો હતો.તે શાકોત્સવ ની ઝાંખી કરાવતો ભવ્ય શાકોત્સવ ઉજવાયો હતો.આ પ્રસંગે સાળંગપુર થી વિધ્વાન સંતો ખાસ પધાર્યા હતા જેમાં પુજ્યઘનશ્યામપ્રિય સ્વામી(બાપુ સ્વામી),વિવેકનિષ્ઠ સ્વામી,મુનિસેવાદાસ સ્વામી,અમૃતસેવક સ્વામી,ગુણચિંતન સ્વામી સહીત અનેક સંતો પધાર્યા હતા.જ્યારે આ ઉત્સવમાં રાણપુરના જાણીતા ઉદ્યોગપતિ ભુપતભાઈ મકવાણા,હરીભાઈ મકવાણા,વિશાલભાઈ મકવાણા તેમજ લલિતભાઈ સોલંકી,ઉપેન્દ્રભાઈ ચૌહાણ,મોહનભાઈ મકાણી,સંજીવભાઈ ગદાણી,ગોપાલભાઈ રાઠોડ,ભરતભાઈ ચૌહાણ,જીગ્નનેશભાઈ ગદાણી સહીત એક હજાર કરતા વધુ હરિભક્તો આ ઉત્સવમાં હાજર રહ્યા હતા અને ઉત્સાહ પૂર્વક આ કાર્યક્રમમાં લાભ લીધો હતો..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર