રંઘોળા નજીક થયેલા અકસ્માતમાં અનિડા ગામનાં ૪૧ લોકોનાં અવસાન થયેલ ત્યારે મૃત્યુ પામેલાઓને શ્રધ્ધાંજલી આપવાનાં ભાગરૂપે ગત રાત્રીનાં અનીડા ગામે શ્રદ્ધાંજલી ડાયરો યોજાયો હતો જેમાં ખ્યાતનામ કલાકારો લલીતાબેન ઘોડાદ્રા, નિરંજન પંડ્યા, હેમત ચૌહાણ, બીરજુ બારોટ, શાંતાબેન પરમાર સહિતે ભજનોની રમઝટ બોલાવી હતી આ ડાયરામાં રૂા.૪.૮૫ લાખની આવી હતી આ કાર્યક્રમમાં હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ માણ્યો હતો.