કપાસમાં ગુલાબી ઈયળોનો ઉપદ્રવ વધી જતા ખેડૂતોએ કપાસનો પાક ઉખેડી નાખ્યા,કપાસનો પાક નિષ્ફળ જતા મોટુ નુકશાન.
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ગામડાઓમા ખેડૂતો ના ખેતરોમાં કપાસના પાકમાં ગુલાબી ઈયળ આવતા ખેડુતો મુશ્કેલી માં મુકાયા છે.ચાલુ વર્ષે કપાસ ના પાક માં એક વિધે 25 હજાર જેટલું નુકસાન થતા રવિ પાક નું વાવેતર થઈ શકે તેવી સ્થિતી ન હોવાનું ખેડૂતો જણાવ્યું હતુ.ખેતીવાડી અધિકારી દ્વારા ચાલુ વર્ષે રવિ પાક માં અસર પડશે તેમ જણાવ્યુ હતું.રાણપુર તાલુકાના ખેડુતોના ખેતરોમા કપાસના ઉભા પાકમા ગુલાબી ઈયળો આવતા આ વિસ્તારના ખેડુતોનો કપાસનો પાક ઈયળોના લીધે સાવ નિષ્ફળ ગયો છે જેના લીધે કેટલાક ખેડૂતો કપાસના છોડ પોતાના ખેતરમાંથી કાઢી નાખવા માટે મજબુર બન્યા છે ત્યારે રાણપુર તાલુકાના ગામડા માં મુખ્યત્વે કપાસના પાકનું વાવેતર કરવામાં આવે છે.ત્યારે ચાલુ વર્ષે વર્ષ સારું થશે સારો પાક આવશે તેવી આ વિસ્તાર ના ખેડૂતો ને આશા હતી. પણ ચાલુ વર્ષે વધુ પડતા વરસાદ બાદ કમોસમી વરસાદ પડતાં ખેડૂતો ના ઉભા પાક ને નુકસાન થયું છે.ત્યારે પડ્યા પર પાટુ સમાન નુકસાન બાદ જે ઉભો પાક હતો તે કપાસ માં ગુલાબી ઈયળ નો ઉપદ્રવ આવતા હાલ રાણપુર તાલુકાના ખસ, નાનીવાવડી,ખોખરનેશ, અળવ, કુંડલી, બગડ જેવા ગામના આ ખેડૂતો ખુબજ પરેશાન છે. કારણ કે હાલ તો ખેડૂતો ને એક વિધે 25 હજાર જેટલું નુકસાન ભોગવવું પડશે. ત્યારે વધુ પડતા નુકસાન ના કારણે રવિ પાક નું વાવેતર કેવી રીતે કરવુ તે સૌથી મોટી સમસ્યા છે.હાલ તો આ ગામડાના લોકો આર્થિક પરિસ્થિતિ તેમજ સમય ના અભાવે હાલ રવિ પાક નું વાવેતર નહીં કરી શકીએ તેમ આ ખેડૂતોએ જણાવ્યુ હતુ.કારણકે ખેડૂતો ને પડેલ આર્થિક નુકસાન ના કારણે પરિવાર નું ગુજરાન કેવી રીતે ચલાવવુ તે વાત ની ચિતા સાથે આત્મ હત્યા કરવી પડે તેવી પરીસ્થિતિ હાલ આ વિસ્તાર ના ખેડૂતોની સર્જાણી છે.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર