નંદકુવરબા મહિલા કોલેજ નો 11મો એન્યુઅલ ડે રંગોલી પાર્ક ખાતે યોજાયો

1056

 મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજ નગર નો 11મો એન્યુઅલ ડે “SYMPHONY” શિર્ષક અંતર્ગત રંગોલી રિસોર્ટ પાર્ક ખાતે યોજાઈ ગયો.

નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજ નગર દ્વારા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સખત પરિશ્રમ અને મહેનતને કારણે અભ્યાસની સાથે સાથે રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે છે. અને તેમના જીવનમાં વિવિધ ક્ષેત્રોમાં સફળતા મળે તે હેતુથી દર વર્ષે એન્યુઅલ ડે ની થીમ અલગ અલગ રાખવામાં આવે છે. આ વખતે ખાસ થીમ પર મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ નો એક સૂર થાય, આપણી જિંદગીમાં પણ એક શું થાય, અને જીંદગી પણ કલરફુલ થાય, દરેક ક્ષેત્રમાં સફળતા મળે તેવા ઉદ્દેશથી આ વખતે વિશેષ થીમ હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ જેમાં શિક્ષણ ક્ષેત્રે, યુનિવર્સિટીકક્ષાએ ગોલ્ડ મેડલ, ncc, nss, વિવિધ ક્ષેત્રમાં પસંદગી પામનાર વિદ્યાર્થીનીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું. 11માં એન્યુઅલ ડે માં વિદ્યાર્થીઓના સન્માન બાદ વિદ્યાર્થીનીઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં અલગ-અલગ 21 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. એન્યુઅલ ડે માં ગુજરાત રાજ્ય પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર, એમ કે ભાવનગર યુનિવર્સિટી ના કુલપતિ ડૉ મહિપતસિંહ ચાવડા, રંગોલી રિસોર્ટ ના ચેરમેન અનિરુદ્ધસિંહ ગોહિલ, ભરતસિંહ ગોહિલ, રવિન્દ્રસિંહ સરવૈયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleદામનગર શહેર માં સમસ્ત દાઉદી વ્હોરા સમાજ ના ધર્મગુરુ ડો સયેદ ના મોહમદ બુરહાનુદીન ની ૧૦૯ મી સાલેગીરા નું ભવ્ય પ્રોસેશન ઝુલુસ શહેર ની મુખ્ય બજારો માં ફર્યું
Next articleઘોઘા માં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીથી લોકો પરેશાન