વિદ્યાર્થીઓ પર સરકાર અને દિલ્લી પોલીસ ના અત્યાચાર મામલે યુવા કૉંગ્રેસ દ્વારા ધરણા દરમિયાન ધરપકડ કરાઈ

559

ભાવનગર
જામીયા યુનિવર્સિટી અને યુપીમાં હિંસક દેખાવો બદલ ૨૯ જેટલા વ્યક્તિઓની ધરપકડ અને લાઠીચાર્જનાં વિરોધમાં એન.એસ.યુ.આઈ. દ્વારા ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. ધરણા શરૂ થયા પહેલા જ એન.એસ.યુ.આઈ.નાં કાર્યકર્તાઓની પોલીસે ધરપકડ કરી હતી.


નાગરિકતા સુધારા કાયદા વિરૂદ્ધ જામીયા અને પૂર્વ દિલ્હીમાં હિંસક દેખાવો સાથે પોલીસ એકશનમાં આવી ગઈ હતી. અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને દમન કરવાનાં વિરોધમાં એન.એસ.યુ.આઈ. દ્વારા ધરણા કરવાનું આયોજન કરવામાં આવ્યુ હતું. ધરણા કાર્યક્રમ શરૂ કરવા જતાં એન.એસ.યુ.આઈ.નાં ૧૩ જેટલા કાર્યકર્તાઓની ધરપકડ પોલીસ દ્વારા કરી લેવામાં આવી હતી. કાર્યવાહીમાં એન.એસ.યુ.આઈ.નાં લાલભા સહિતનાં કાર્યકર્તાઓ જાડાયા હતા.

Previous articleકુલપતિના ર.સચિવ મિલનસિંહ પરમાર ની વ્હાલી દિકરીબા ધ્રુવીશાબા નો જન્મદિવસ
Next articleસગીરાના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી પોલીસ