સગીરાના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી પોલીસ

586

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે બગદાણા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૨૨/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી રમેશભાઇ કાળુભાઇ ધાખડા જાતે કોળી ઉ.વ.:-૨૨ રહેવાસી- મોટા ઝીંઝુડા, તા.સાવરકુંડલા જી.અમરેલી વાળાને મોટા સુરકા તા-શિહોર ખાતેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી શિહોર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારની સુચનાથી સ્ટાફના હેડકોન્સ. બાબાભાઇ હરકટ તથા ટી.કે.સોલંકી તથા પો.કોન્સ. નીતીનભાઇ ખટાણા વિગેરે જોડાયા હતા.

Previous articleવિદ્યાર્થીઓ પર સરકાર અને દિલ્લી પોલીસ ના અત્યાચાર મામલે યુવા કૉંગ્રેસ દ્વારા ધરણા દરમિયાન ધરપકડ કરાઈ
Next articleABVP દ્વારા CAA ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરાયા