કેન્દ્ર સરકાર દ્વારા સંસદ ના બંને ગૃહોમાં પસાર થયેલ સિટીઝનશીપ એમેન્ડમેન્ટ બિલ(CAB) ને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંપૂર્ણ ટેકો જાહેર કરે છે. દેશના વિવિધ ભાગોમાં અસામાજિક તત્વો દ્વારા થતાં તોફાનો અને દેશની સંપત્તિ અને મિલ્કતોને થતાં નુકસાનનો વિરોધ કરવામાં આવે છે. આ સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એકટ (CAA) ભારતમાં રહેતા કોઈપણ ધર્મના લોકોના વિરોધમાં નથી ત્યારે અમુક લોકો,સંસ્થાઓ અને પક્ષો દ્વારા લોકોને ગુમરાહ કરવામાં આવે છે. તેની સામે એ.બી.વી.પીના યુવાન કાર્યકર્તાઓ દ્વારા વિવધ સંસ્થાઓ,હોસ્ટેલ,બોર્ડિંગ તથા અન્ય જગ્યાઓએ આ વિષય સંદર્ભે જાગૃતિ લાવવા માટે પ્રવચનો અને ચર્ચા સભાઓનું પણ આયોજન કરવામાં આવશે.