ભાવનગરના કણબીવાડ વિસ્તારમાં આવેલ પટેલ જ્ઞાતિની વાડી પાસે રહેતા પટેલ આધેડ દિલીપભાઈ વિરજીભાઈની ગત રાત્રીના સમયે કોઈ અજાણ્યા શખ્સો હત્યા કરી ફરાર થઈ જતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
મૃતક દિલીપભાઈના પત્ની બહારગામ હોય,તેઓ ઘરે એકલા જ હતા,
આજે સવારે ઘરનો દરવાજો ખુલ્લો હોય,પડોશીઓએ તપાસ કરતા દિલીપભાઈનો બાંધી દીધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો,તેમજ ઘરમાં પણ ખુલ્લા કબાટ અને ઘરવખરી વેરખેર હાલતમાં જોવા મળી હતી.
આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સીટી dysp મનીષ ઠાકર ઘટનાં સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી.