એમ.કે. ભાવનગર યુનિ. ખાતે પદ્દવીદાન સમારોહ સંપન્ન

976
bvn2632018-11.jpg

મહામહિમ રાજ્યપાલ ઓ.પી. કોહલીના અધ્યક્ષસ્થાને મહારાજા ક્રુષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ, સરદારનગર ખાતે વિવિધ ફેકલ્ટીના ૧૧૨૬૮ વિધાર્થીઓને પદવી એનાયત કરવાના હેતુસર પદવીદાન સમારોહ યોજાયો હતો અહીં મહાનુભાવોના હસ્તે વિવિધ ફેકલ્ટીના ૫૪ વિધાર્થીઓને ગોલ્ડ, સીલ્વર મેડલ તથા પ્રમાણપત્રો એનાયત કરાયા હતા કુલ વિવિધ ફેકલ્ટીના ૧૧૨૬૮ વિધાર્થીઓને ડીગ્રી/ડિપ્લોમા એનાયત કરાયા હતા. 
    આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી અને મહામહિમ રાજ્યપાલ ઓ. પી. કોહલીએ જણાવ્યું હતું કે,પદવી મળ્યા બાદ રોજગાર મળવો તે જરૂરી છે તેથી રોજગારલક્ષી શિક્ષણ હોવું જરૂરી છે શિક્ષણની સાથે સંસ્કારીતા શીખવવી જોઈએ યુવાનો દેશને પ્રગતિના રસ્તે લઈ જવા માટે સક્ષમ છે તેથી યુવા પેઢીએ પુરા આત્મવિશ્વાસ સાથે આગળ આવવુ તે સમયની માંગ છે. બેરોજગારીનો પ્રશ્ન હલ કરવા માટે સ્કીલ ડેવલોપમેન્ટ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાથી બેરોજગારીનો પ્રશ્ન હલ થવાની સાથે નવા ભારતનું નિર્માણ થશે. 
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઈનોવેશન પોલીસીની શરૂઆત કરી વિધાર્થીઓના સર્વાંગી વિકાસ તરફ વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. સમસ્યાનું સમાધાન એટલે સ્ટાર્ટ અપ. જ્ઞાન અને આવડતના સમન્વયથીજ રોજગારી મળવી સરળ બનશે. તેમણે વિધાર્થીઓને જવાબદાર, વિશ્વાસુ અને પ્રામાણિક બનવાની શીખ આપી હતી.  
આ કાર્યક્રમમાં એમ.કે.બી.યુનિ.ના વાઈસચાન્સેલર શૈલેષ ઝાલા,રજીસ્ટ્રાર તથા સરદાર પટેલ યુનિ. વલ્લભવિધાનગરના વાઈસ ચાન્સેલર શીરીષ કુલકર્ણી, ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, મેયર નિમુબેન, નિવાસી અધિક કલેકટર ઉમેશ વ્યાસ, કોલેજના પ્રોફેસરો, વિધાર્થીઓ સહિત આમંત્રિતો હાજર રહ્યા હતા. 

Previous articleભાવનગર શહેર-જિલ્લામાં રામનવમી પર્વની ભવ્ય ઉજવણી
Next article ઘોઘાના દરિયાની સંરક્ષણ દિવાલ બનાવવા મુખ્યમંત્રીને લેખીત રજૂઆત