લોકરક્ષક ભરતી 2018માં અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને અન્યાય થતા આજરોજ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ ભરતીમાં મહિલા ઉમેદવારો નું લિસ્ટ 1-12-2019 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં જાહેર કરેલ લિસ્ટમાં અનામત કેટેગરીની વધુ ગુણ ધરાવતી મહિલાઓ જે બિન અનામત માં સમાવી શકાય તેટલા ગુણ ધરાવે છે. છતાં અનામત કેટેગરીની મહિલાઓ ને બિન અનામત કેટેગરીમાં સામેલ નહીં કરીને તેમને અન્યાય કરવામાં આવ્યો છે. તો આ મેરીટ રદ કરીને વધુ ગુણ ધરાવતી અનામત વર્ગની મહિલાઓને બિન અનામત વર્ગમાં સમાવવામાં આવે અને ફરીથી નવું લિસ્ટ જાહેર કરવામાં આવે તેવી મહિલા ઉમેદવારોની રજુઆત છે.