કુંભારવાડા મિલની ચાલી પાસેથી તાજુ જન્મેલી જીવીત હાલતમાં નવજાત શિશુ મળી આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને નવજાત શિશુને હોસ્પિટલ તરફ રવાના કરવામાં આવેલ છે.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવ. શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મીલની ચાલીમાં જીવીત નવજાત શિશુ પડેલુ હોવાની જાણ પોલીસ મથકે કરતા તાત્કાલિક પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. અને આ ઘટનાને લઇને આસપાસના રહીશો એકત્ર થઇ ગયા હતા અને નવજાત શિશુને ત્વરીત હોસ્પિટલે પહોંચાડવા મદદમાં જાડાયા હતા, દરમ્યાનમાં પોલીસ અને આસપાસમાં રહેતી મહિલાઓએ નવજાત શિશુને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ મોકલી આપેલ છે. આ બનાવ અંગેની તપાસ પોલીસ ચલાવી રહી છે.