ભારતમાં સૌથી વધુ ભાડુ ધરાવતી આર્ટ ગેલેરી ભાવનગરમાં બની – અજય જાડેજા

1216
bvn2092017-7.jpg

તા. ૧રના રોજ ભાવનગર ખાતે આર્ટ ગેલેરી ખુલ્લુ મુકવામાં આવી, કલાનગરી તરીકે જાણીતા ભાવનગરના આર્ટીસ્ટોને ખુબ જ હરખ હતો. લાંબા સમયે ગેલેરી મળવાના સપનાઓ પુરા થતા હતાં. બીજા શહેરના લોકોને પણ છાતી ઠોકીને કેતા કે અમારા ભાવનગરમાં પણ આર્ટ ગેલેરી ટુંક સમયમાં શરૂ થવાની છે પણ ઉદ્દઘાટન પછી જયારે ગેલરીનું ભાડુ કલાકારો સમક્ષ આવ્યું એ જાણીતે કલાકારોન આનંદ માતમમાં બદલાય ગયો. આર્ટ ગેલેરીના કારણે મે છેલ્લા ૧૦ વર્ષથી ભાવનગરમાં એક પણ પ્રદર્શન યોજયું નથી અને હવે રોજના ૭ હજાર વાળી ગેલેરી બની છે ત્યારે દેશની આર્ટ ગેલેરીની એક ઝલક જોઈએ જેનું ભાડુ પ્રમાણમાં ઓછું છે. રવિશંકર  આર્ટ ગેલેરી- અમદાવાદ ર૦૦૦/-, શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી – રાજકોટ રપ૦/-, રાજારામ વર્મા આર્ટગેલેરી – પુના રપ૦૦/-, જેકેકે આર્ટ ગેલેરી જયપુર – ર૦૦૦/-, કલા અકાદમી ગોવા – ૪૦૦૦/-, કલા અકાદમી – શીમલા ર૦૦૦/-, અમદાવાદની પ્રખ્યાત ગુફા  ર૧૦૦/-, મુંબઈની જહાંગીર ગેલેરી ૭૦૦૦/-, કિર્તિમંદિર વડોદરા -૩૦૦૦/-, બાગોરની હવેલી – ઉદયપુર ૧૦૦૦/- આટલુબ ધુ ભાડુ હોય તો ભાવનગરના આર્ટીસ્ટો પ્રદર્શન કયાં કરશે તેવો સવાલ પણ ઉઠવા પામ્યો છે. સરકાર દ્વારા લલીતકલામાંથી રૂા. રપ હજારની સહાય કલાકારને મળે તો ભાવનગરમાં પ્રદર્શન કરે તો ૩ દિવસના ર૧ હજાર તો ભાડામાં જાપ, આ કારણે છેલ્લા ચાર વર્ષમાં ભાવનગરના આર્ટીસ્ટોને મળેલી સહાય તેઓ બીજા શહેરમાં વાપરે છે જેના કારણે ભાવનગરને  આ લાભ મળતો નથી. ભાવનગરના કલાકારોને કલાને અને જનતાના હિન માટે આ ગેલેરીનું ભાડુ ઘટાડીને રૂા. ર૦૦૦/- રાખવું જોઈએ અને જો ના થઈ શકે તો આ ગેલેરી આજીવન ધુળ ખાશે અને કાંતો સરદાર સ્મૃતિની જેમ સેલવાળાને આપવાનો વારો આવશે. ભાવનગરના કલાકારોની લાગણી ના દુભાય  તે માટે યોગ્ય કરશે તંત્ર દ્વારા કાર્યવાહી કરાય તેવી માંગ પણ તેમણે ઉઠાવી હતી. 

Previous articleરાજુલા-જાફરાબાદમાં કોંગ્રેસ દ્વારા બેરોજગાર યુવાનોના ફોર્મ ભરાયા
Next articleસણોસરામાં સ્વચ્છતા શપથ