શહેરના ચંદ્રમૌલી સોસાયટીમાં રહેતી મહિલાની ર૦૧૧માં હત્યા કરનાર શખ્સને આજીવન કેદની સજાના હુકમથી રાજકોટ જેલમાં સજા ભોગવતો હતો ત્યાંથી વચગાળાના જામીન મેળવી બાદ હાજર ન થતાં એસઓજી ટીમે ગંગાજળીયા તળાવ પાસેથી ઝડપી લીધો છે. એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચનાથી પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવીનેમળેલ બાતમી આધારે ઘોઘારોડ પોલીસ સ્ટેશન પી.કો. કલમ ૩૦૨ વિ. મુજબના ગુન્હાના કામે રાજકોટ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલ કેદી અશરફભાઇ રજાકભાઇ લાકડીયા રહેવાસી મુળ તળાજા મેમણ કોલોની હાલ રાણીકા ભાવનગરને આજરોજ ગંગાજળીયા તળાવમાંથી ઝડપી પાડી જરૂરી કાર્યવાહી કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પોલીસ જાપ્તા સાથે મોકલી આપેલ છે.
બનાવની વિગત એવી છે કે, તા. ૨૬/૦૩/૨૦૧૧ ના રોજ વહેલી સવારે ભાવનાબેન નામની મહિલાનું ચંદ્રમૌલી સોસાયટી પાસે તેના પતિ ધનસુખભાઇ તથા અશરફભાઇ તથા સલીમભાઇ નામના આરોપીઓ કાવત્રુ રચી મરણ જનારને એસીડ છાંટી ધારીયાના ઘા મારી મોત નિપજાવેલ જે બાબતે ત્રણેય આરોપીઓ સામે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત ગુન્હો રજીસ્ટર થયેલ હતો જેની તપાસના અંતે થયેલ ચાર્જશીટ આધારે નામદાર બીજા એડી સેસન્સ જજશ્રીએ તમામ આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવેલ જે પૈકી આરોપી અશરફભાઇ રજાકભાઇ લાકડીયા કેદી થી આજીવન કેદની સજા રાજકોટ મધ્યસ્થ જેલમાં ભોગવી રહેલ હતો અને નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમથી તારીખ ૧૮/૧૨/૨૦૧૭ ના રોજ દિન-૭ ના વચગાણાના જામીન ઉપર છુટેલ અને તેને તારીખ ૨૬/૧૨/૨૦૧૭ ના રોજ પરત જેલમાં હાજર થવાનું હતું પરંતુ તે જેલમાં હાજર થયેલ નહી નાસી છુટેલ. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમારની સુચનાથી હેડ કોન્સ. બલવિરસિંહ જાડેજા, અનિરૂધ્ધસિંહ ગોહીલ, પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવી, યોગીનભાઇ ધાંધલ્યા, લગ્ધીરસિંહ ઝાલા તથા પ્રદિપસિંહ ગોહિલ જોડાયા હતા.