પ્રોહીબીશનના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપાયો

616

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે વેળાવદર ભાલ પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં-૮૩/૨૦૧૯ પ્રોહી. કલમ ૬૫-એ,ઇ, ૧૧૬(બી),૮૧, વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ઇમરાનભાઇ ઉર્ફે બોબડો ઉર્ફે ખલ્લી હારૂનભાઇ કાલવા ઉ.વ.૩૪ રહે. પ્લોટનં-૫૩૯, નવી માણેકવાડી, ખોડીયાર સોસાયટી, ભાવનગર વાળાને ભાવનગર, ભીલવાડા સર્કલ ખાતેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારની સુચનાથી સ્ટાફના હેડકોન્સ. બાબાભાઇ હરકટ તથા પો.કોન્સ. નીતીનભાઇ ખટાણા તથા એઝાઝખાન પઠાણ વિગેરે જોડાયા હતા.

Previous articleભાવનગરમાં આવેલ ફાતિમા કોન્વેન્ટ ખાતે ફેનફેર યોજાય ગયો
Next articleજાગધાર ગામ પાસે જલારામ ટ્રાવેલ્સ ની બસ પલટી ખાતા એક નું મોત