મહુવાના કળસાર અને માળવાવ ગામની વચ્ચે બે બાઈકનો ધડાકાભેર અકસ્માત સર્જાતા કોટડા ગામના યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજવા પામ્યું હતું. જ્યારે અન્ય બાઈક ચાલકને ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.
પ્રાપ્ત વિગત મુજબ, મહુવાના કોટડા ગામે રહેતા તુલશીભાઈ પોતાનું બાઈક નં.જીજે૪ ડીસી ૬ર૮૦ લઈ કળસારથી માળવાવ રોડ તરફ જતા હતા તે વેળાએ સામેથી આવી રહેલા અન્ય બાઈક સાથે ધડાકાભેર અકસ્માત થતા તુલશીભાઈને ગંભીર ઈજાઓ થતા સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બાઈકના ચાલકને ઈજાઓ થતા સારવાર અર્થે મહુવાની હનુમંત હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતમાં તુલશીભાઈનું મોત નિપજતા પાંચ દિકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી પડી છે. કોટડા ગામે ઘેરો શોક ફેલાઈ જવા પામ્યો હતો.