ભાવનગર-મહુવા નેશનલ હાઈવે પર તળાજા થી આગળ મોટી જાગધાર ગામ પાસે અમદાવાદ થી દિવ જઈ રહેલી જલારામ ટ્રાવેલ્સની બસ પલટી ખાઈ જતાં બસમાં મુસાફરી કરી રહેલ એક વ્યક્તિનું ગંભીર ઈજાને લઈને મોત નીપજ્યું હતું.તેમજ મુસાફરી કરી રહેલા અનેક પ્રવાસીઓને નાની-મોટી ઈજા થઈ હતી.જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.મળતી માહિત મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જાગધારા પાસે જલારામ ટ્રાવેલ્સ નામની ખાનગી બસ નં.GJ 01 DZ 9771 આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. તાત્કાલિક ૧૦૮ ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્ત લોકો ને સારવાર માટે હોસ્પિટલ ખેસેડાયા હતા.