વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ માં તા-૨૧/૧૨/૨૦૧૯ ને શનિવારનાં રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ – ગાંધીનગર દ્વારા આયોજીત પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા – ૨૦૧૯ નું સફળ આયોજન થયું

1019

સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલમાં તારીખ – ૨૧/૧૨/૨૦૧૯ ને શનિવારના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા – ૨૦૧૯ નું કેન્દ્ર ફાળવવામાં આવેલ. જેમાં જુદી – જુદી શાળાઓમાંથી લગભગ ૩૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પરીક્ષા જુદાં – જુદાં ત્રણ સેશનમાં સવારે ૧૦:૩૦ થી ૦૫:૩૦ સુધી આયોજીત થયેલ છે. આ પરીક્ષાની સંપુર્ણ તૈયારી નિહાળવા માટે શાળાનાં સંચાલકશ્રી પી.કે મોરડીયા સાહેબે દરેક બ્લોકનું વ્યવસ્થિત નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન વિદ્યાર્થીને પુરૂ પાડ્યુ હતું. આ પરીક્ષાને સફળ બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરીવારે ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleજોલી પોતાના બાળક મોટા થયા બાદ ફરીવખત સક્રિય
Next articleસંકલનમાં રજૂ થયેલા પ્રશ્નો જવાબદારી પૂર્વક સંવેદના સાથે ઉકેલવા તાકીદ કરતા જિલ્લા કલેકટર શ્રી સી.જે.પટેલ