ભાવનગર શહેરના કળિયાબીડ ખાતે આવેલ વિદ્યાધીશ વિદ્યાસંકુલ નો વાર્ષિક ઉત્સવ યોજવામાં આવેલ હતો.વિદ્યાધીશ ખાતે “વિદ્યારંગ 8″શિર્ષક અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અવનવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
જેમાં બાળકો દ્વારા ભારત માતા ની થીમ, પ્રાચીન અર્વાચીન ગરબા, ડાંસ, વગેરે અને ખાસ વિધાર્થીઓ દ્વારા પ્લાસ્ટિક નો ઉપયોગ નો કરવા વિધાર્થીઓ અને વાલીઓને કૃતિ દ્વારા સંદેશ પાઠવ્યો હતો.આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ના કુલપતિ ડોક્ટર મહિપતસિંહ ચાવડા,ઈસ્કોન મંદિરના વેણુગાયકદાસ પ્રભુજી,પૂર્વ પ્રોફેસર ડોક્ટર નવનીત રાઠોડ, પ્રોફેસર જી ટી પટેલ તમે મેનેજિંગ ટ્રસ્ટી કે.એમ સુતરીયા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકગણ,સ્ટાફગણ,વિદ્યાર્થીઓ અને વાલીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.