ભગવાન શ્રી રામના જન્મોત્સવને ભવ્ય રીતે ઉજવતા દામનગર શહેરીજનો દામનગર શહેર ચેમ્બર ઓફ કોમર્સ વેજનાથ મહાદેવ સેવક સમુદાય કુંભનાથ મહાદેવ સેવક સમસ્ત બ્રહ્મ સમાજ ગ્રુપ રોકડીયા હનુમાનજી મંદિર પરિવાર સહિત દામનગર શહેરની સામાજિક-સ્વૈચ્છિક સંસ્થા વિવિધ યુવક સહિત સમસ્ત દામનગર શહેરની ધર્મપ્રેમી જનતા આયોજીત શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાયેલ. રામ જન્મોત્સવની શોભાયાત્રામાં યુવાનો દ્વારા લાઠી દાવ, તલવાર બાજીના કરતબ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જય જય શ્રી રામના ગગનભેદી નાદ સાથે રથયાત્રા શહેરભરમાં ફરી ઠેર ઠેર શરબત, ઠંડા પાણીના સ્ટોલની યુવાનો સેવા આપી હતી. સવારના દસ કલાકે રામજી મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા નિકળી શહેર ભરના મુખ્ય માર્ગો પર ફરી રામનામની આહલેક જગાવી હતી ભારે ઉત્સાહથી ભાવિકો જોડાયા હતા.