રાજુલા ખાતે આજે રામનવમી મહાપર્વની ધારનાથ મહાદેવ મંદિરે ચાલતી શિવકથામાં રામનવમી મહા ઉત્સવ ઉજવાયો હતો. મજબુત રાષ્ટ્ર નિર્માણ માટે બધી જ જ્ઞાતિઓને આવકારતા શીખો, ભારતીય સંસ્કૃતિને જાળવવા એક બનો નેક બનો શાસ્ત્રીની ટકોર ધારાસભ્ય અંબરીશભાઈ ડેરે આ બાબતે શુભેચ્છા પાઠવી હતી.
રાજુલા ખાતે આજે રામનવમી મહાપર્વની ધારનાથ મહાદેવ મંદિરે ચાલતી મહા શિવપુરાણ કથા પ્રસંગે રામનવમી મહા ઉત્સવ ઉજવાયો તેમજ સંગીતમય શૈલીમાં શિવપુરાણના વક્તા શાસ્ત્રી રમેશગીરીબાપુએ ભગવાન મર્યાદા પુરૂષોત્તમ રામ ભગવાનને યાદ કરતા આજના રાજકિય નેતાઓને ટકોર કરતા કહ્યું કે, ભગવાન રામે રામ રાજ્યની સ્થાપના વખતે સર્વજ્ઞાતિઓને અપનાવી છે તે આજના મજબુત રાષ્ટ્ર માટે ભારતીય સંસ્કૃતિના રખેવાળ સાધુ બ્રાહ્મણ અને બારોટ પોતાના ખંભે હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા દેશ-વિદેશમાં મોરારીબાપુ, રામકથા રમેશભાઈ ઓઝા પ્રખર ભાગવતા ચાર્ય અને શિવકથામાં અમારા જેવા વક્તાઓ ગીરીબાપુ જેવા મહાન વક્તાઓ ભારતીય હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા બારોટો પણ રાત દિવસ જહેમત ઉઠાવી પ્રયત્નો કરે છે અને તેને ભુલી ન જવા જોઈએ અને આજના કોઈપણ રાજકિય મહાનુભાવોએ સર્વજ્ઞાતિને અપનાવતા શીખો તેવી મહાટકોર રામનવમી પ્રસંગે શાસ્ત્રી રમેશગીરી બાપુએ મહાશિવપુરાણ કથામાં સૌને મંત્રમુગ્ધ કરી દીધા. ખાસ કરીને સુર્યવંશ ચંદ્રવંશના ક્ષત્રિયો આગળ આવે કારણ ક્ષત્રિયો ગૌ બ્રાહ્મણ પ્રતિપાળનું બિરૂદ ધરાવે છે. ગાય માતાને પણ યાદ કર્યા આજના આવા મહા શિવ પુરાણ કથામાં સર્વજ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા તેમજ મંદિરના મહંત રમેશગીરીબાપુએ મંદિરના ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ સાવલીયા દ્વારા દરેક મહાનુભાવોનું સ્વાગત સન્માન કરેલ અને આવા શિવ મહાપુરાણ કથામાં રામનવમી મહાપ્રસંગે ધારાસભ્ય અંબરીશભાઈ ડેરે ને શાસ્ત્રીજીને ટકોર કરી તેને બિરાદાવતા રામનવમીની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી.