વલ્લભીપુર તાલુકાના માલપરા ગામે સેવાસેતુ યોજાય ગયો

712

ગુજરાત ના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા દરેક સરકારી યોજનાઓ નો લાભ છેવાડાના માનવી સુધી પહોચે તે ઉદ્દેશ્ય થી શરુ કરવામાં આવેલ પાંચમાં તબક્કાનો “સેવાસેતુ” કાર્યક્રમ આજ રોજ તારીખ 21/12/19 ને શનીવાર ના દિવસે વલ્લભીપુર તાલુકાના માલપરા માં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ માં માલપરા, લૂંણધરા, મૂળધરાઈ, દાંતરેટિયા, પાણવી, પાટણા, રંગપર, ભોજપરા, ભોરણિયા, કાનપુર, સહિતના ગામ લોકોએ મોટી સંખ્યામાં સેવાસેતુ કાર્યક્રમ માં ભાગ લઇ અગત્યના કાર્ડ અને દાખલાઓ, આયુષમાંન ભારત, માં કાર્ડ, વિધવા સહાય, વૃધ્ધસહાય, આવકનો દાખલો, જાતિનો દાખલો, ક્રીમીલેયર સર્ટિ, આધારકાર્ડ, રેશનકાર્ડ, લગ્ન નોધણી, 7-12 8 અ, દિવ્યાંગ પ્રમાણપત્ર, સહીત ઘણીબધી યોજનાઓ નો લાભ એકજ જગ્યાએ થી મેળવ્યો…

આ સેવાસેતુ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી, મામલતદાર, TDO, હેલ્થ ઓફીસર, PGVCL અધિકારી ઓ અને ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના અભયસિંહ ચાવડા, હરેશ ચાવડા, મયુરસિંહ રાયજાદા, તેમજ સ્થાનિક આગેવાનો તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ ગોહિલ, માજી પ્રમુખ રામજીદાદા ગોલકીયા, માલપરા સરપંચ ખોડાભાઈ રાઠોડ, દાંતરેટિયા સરપંચ ગગજીભાઈ, લૂંણધરા સરપંચ કનૈયાલાલ ઢાંઢોદરા,જામશંગભાઈ j.k જામશંગભાઈ ગોહિલ, સુખદેવભાઈ લશ્કરી, ઓધવજીભાઈ, યુવરાજસિંહ રાઠોડ, સહિત મોટી સંખ્યામાં લોકો ની હાજરી..

રિપોર્ટ :- ધર્મેન્દ્રસિંહ સોલંકી

Previous articleવલ્લભી વિદ્યાપીઠ દ્વારા બે દિવસીય રમતોસ્તવ નું આયોજન કરાયું
Next articleપાલીતાણા ખાતે ડાયમંડ ગ્રુપ દ્વારા લોકરક્ષક ભરતી પસંદગી પામેલ ઉમેદવારોનો સન્માન સમારંભ યોજાયો