પાલીતાણા મા આજ રોજ ના સન્માન સમારંભ યોજાયો હતો ડાયમંડ ગ્રુપ પાલીતાણા આયોજિત લોક રક્ષક ભરતી 2019માં પસંદગી પામેલ તળપદા કોળી સમાજના 52 ભાઈઓ બહેનોનો સન્માન સમારંભ કાર્યક્રમ યુવા કેરિયર એકેડેમી પાલીતાણા ખાતે યોજાયો.જેમાં ગુજરાત રાજ્ય જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ અને ઉનાના ધારાસભ્ય પૂજાભાઈ વંશ,પાલીતાણા ના પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડ,
ગોપાલભાઈ વાઘેલા(ઉપપ્રમુખ તાલુકા પંચાયત પાલીતાણા,ધારાસભ્યના પ્રતિનિધિ તરીકે અરુણભાઈ બારૈયા, પાલીતાણા બી.આર.સી સાહેબ હાર્દિકભાઈ ગોહેલ ,સુરેશભાઈ બારૈયા,નરશીભાઈ પરમાર,ધનજીભાઈ બાલધિયા,,રમેશભાઈ બારૈયા પાલીતાણા,એડવોકેટઓ,સરપંચ ઓ,શિક્ષકો ,હીરાના વેપારીઓ, કારખાનેદારો,વડીલો,યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
તસ્વીર : મનિષ કટારિયા -પાલીતાણા