બાબરા પોલીસ સ્ટેશનનો ચોરીના ગુન્હામાં વોન્ટેડ આરોપી ઝડપાયો

854

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે રાજકોટ સીટી, થોરાળા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૨૪/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી સરફરાજ ઉર્ફે સફુડો સલીમભાઇ કળગથરા ઉ.વ.૨૨ રહેવાસી-અમન ટાવર પાસે તા.જી.બોટાદ હાલ-રાજકોટ સોખડા રોડ, સાત હનુમાની ડેરી પાસે રાજકોટ વાળાને બાબરા બસ સ્ટેન્ડ ખાતેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી બાબરા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારની સુચનાથી સ્ટાફના હેડકોન્સ. જીતેન્દ્રભાઇ મકવાણા તથા પો.કોન્સ. જયેશભાઇ ધાધલ તથા ડ્રાઇવર મહેન્દ્રભાઇ ભુવા વિગેરે જોડાયા હતા.

Previous articleપાલીતાણા ખાતે ડાયમંડ ગ્રુપ દ્વારા લોકરક્ષક ભરતી પસંદગી પામેલ ઉમેદવારોનો સન્માન સમારંભ યોજાયો
Next articleભાવનગર શહેરમાં ૮૬ કરોડના ખર્ચે દેસાઈનગર થી શાસ્ત્રીનગર સુધી બનશે ભાવેણાનો પ્રથમ ફ્લાય ઓવર બ્રિજ