ભાવનગર શહેરમાં ૮૬ કરોડના ખર્ચે દેસાઈનગર થી શાસ્ત્રીનગર સુધી બનશે ભાવેણાનો પ્રથમ ફ્લાય ઓવર બ્રિજ

1257

રાજ્યના નગરો અને મહાનગરોમાં તાજેતરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં ગુજરાતમાં વિવિધ સ્થાનો પર કુલ ૭૫ ફ્લાયઓવર બ્રિજને સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવતા તેમાં ભાવેણાનો પણ સમાવેશ કરવામાં આવતા ટુક સમયમાં ભાવેણા ખાતે દેસાઈનગર થી શાસ્ત્રીનગર સુધીનો ઓવરબ્રિજ રૂપિયા ૮૬ કરોડના ખર્ચે બનાવવામાં આવશે આમ ફ્લાય ઓવરબ્રિજનું વર્ષો જૂનું સપનું ભાવેણાનું પૂર્ણ થશે જેને માટે આજે શહેર ભા.જ.પા. અધ્યક્ષ સનતભાઈ મોદી, મહામંત્રી મહેશભાઈ રાવલ, વનરાજસિંહ ગોહિલ, રાજુભાઇ બામભણીયા સહિતના આગેવાનોએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીને અભિનંદન આપ્યા હતા.

આ અંગે શહેર અધ્યક્ષ સનતભાઈ મોદીએ જણાવ્યું હતું કે ભાવનગર શહેરના વિકાસ માટે ભાવનગરના બંને ધારાસભ્યો સતત પ્રયત્નશીલ રહેતા હોય છે ત્યારે આજે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘણીની રાજ્ય સરકારમાં કરેલી રજુઆત અને મહેનતને સરકારે હકારાત્મક પ્રતિભાવ આપતા ભાવનગર ખાતે રૂપિયા ૮૬ કરોડના ખર્ચે પ્રથમ ફ્લાયઓવર બ્રિજને રાજ્ય સરકારે સિદ્ધાંતિક મંજૂરી આપી છે અને નાણાકીય વર્ષ ૨૦૧૯/૨૦માં તેનો સમાવેશ કરવામાં આવતા જેને માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો ભાવેણાની જનતા વતી ઋણ સ્વીકાર કરી અભિનંદન પાઠવું છું સાથે સાથે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીને રાજ્ય સરકારમાં ભાર પૂર્વકની રજૂઆતો અને ભાવેણાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવા તથા ભાવેણાના સ્વપ્નને સાકાર કરી પ્રથમ ફ્લાયઓવર મંજુર કરાવવા બદલ અભિનંદન પાઠવું છું. આ ફ્લાયઓવર બ્રિજ ભાવેણાના પ્રવેશદ્વાર સમાન વિસ્તાર દેસાઈનગરથી શાસ્ત્રીનગર વચ્ચે બનશે જેને કારણે ભાવેણાની આંતરિક અને બહારથી આવતા વાહનો માટે ટ્રાફિકની સમસ્યા હળવી કરશે, સમયનો બચાવ થશે, એક્સિડન્ટનું પ્રમાણ ઘટાડશે ખાસ કરીને બોરતળાવ વિસ્તારમાં હીરાના અનેક નાના મોટા કારખાના આવેલા હોવાને કારણે સવારે અને સાંજના સમયે રાહદારીઓ માટે ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને આ બ્રિજને કારણે ભાવેણાની શોભા પણ વધશે. આમ ભાવેણા માં બનનારો આ બ્રિજ ભાવેણા વાસીઓ માટે અનેક રીતે લાભદાયી આવનારા સમયમાં બની રહેશે.

ભાવેણાના પ્રથમ ફ્લાયઓવર બ્રિજને પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, રાજ્ય સરકારના મંત્રી અને ભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવે, સંસદ ભારતીબેન શિયાળ, શહેર અધ્યક્ષ સનતભાઈ મોદી, મહામંત્રી વનરાજસિંહ ગોહિલ, મહેશભાઈ રાવલ, રાજુભાઇ બાંભણીયા, મેયર મનહરભાઈ મોરી, ડે. મેયર અશોકભાઈ બારૈયા, સ્ટે.ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, નેતા પરેશભાઈ પંડ્યા, દંડક જલવિકાબેન ગોંડલીયા સહિત શહેર સંગઠનના તમામ પદાધિકારીઓ નગરસેવકઓ, શિક્ષણ સમિતિના સદસ્યો, સેલ મોરચાના પદાધિકારીઓ, વોર્ડ પ્રમુખ-મહામંત્રીઓ સહિતના આગેવાનોએ આવકર્યો હતો.

Previous articleબાબરા પોલીસ સ્ટેશનનો ચોરીના ગુન્હામાં વોન્ટેડ આરોપી ઝડપાયો
Next articleમૌની રોયે ઇન્સ્ટાગ્રામમાં હોટ ફોટાઓને પોસ્ટ કર્યા