વલભીપુર ની જનતાનું જીવન જરૂરિયાત પાણી એક વર્ષથી ગટરમાં અને રોડ પર વહી જાય છે અને દુકાનોની આગળ ના ભાગમાં પાણી ભરાયેલા રહે છે અને મચ્છર ખૂબ થાય છે અત્યારે ચિકનગુનિયા ડેન્ગ્યુ મેલેરીયા તેવા સહીઓ રોગો ફેલાઈ તે પહેલા પાણીની લાઈનમાં ભંગાણ ને રીપેરીંગ કરી આપવાવિનંતી
વલભીપુર ભાવનગર હાઈવે રોડ પાસે રન્નાદે રેસ્ટોરન્ટ ની બાજુમાં ભગવતી ટ્રાવેલ્સ ઓફિસ ની સામે અમન મોબાઈલ ની બાજુમાં એક વર્ષથી પાણીની લાઈનમાં ભંગાણ હોવાથી નગરપાલિકાના સત્તા અધિકારીઓને મૌખિક રજૂઆત વારંવાર કરવા છતાં આજ દિન સુધી આ સમસ્યા હલ થયેલ નથી તાકીદે પગલાં નહીં ભરાય તો ઉચ્ચ અધિકારીએ લેખિત મૌખિક મા રજૂઆતો કરવામાં આવશે તેમ વલ્લભીપુર ના વેપારી યુસુફખાન બલોચ દ્વારા જણાવ્યું હતું.
તસ્વીર : ધમૅન્દ્ર સિંહ સોલંકી