વલભીપુર સામુહિક આરોગ્ય કર્મચારીઓ દ્વારા પ્રતિક ધરણા યોજયા

564

આજરોજ તારીખ 24.12.2019 ના વલભીપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રના પટાગણ માં ભાવનગર જિલ્લાના વલભીપુર ઉમરાળા તાલુકા હેલ્થ કચેરી ના વિવિધ વર્ગના કર્મચારીઓ જેમ કે ફાર્માસિસ્ટ લેબોરેટરી ટેકનિશિયન પુરુષ આરોગ્ય કાર્યકર સ્ત્રી આરોગ્ય કાર્યકર પુરુષ આરોગ્ય સુપરવાઈઝર તથા સ્ત્રી આરોગ્ય સુપરવાઇઝર ના કર્મચારી દ્વારા તારીખ 17 12 2019 થી અચોક્કસ મુદતની તેમના ૧૩ જેટલા પડતર પ્રશ્નોના સરકારશ્રી તરફથી કોઈપણ જાતનું નિરાકરણ ન આવતાં ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘના આદેશ અન્વયે આજે હડતાલનો આઠમા દિવસે તાલુકા હેલ્થ કચેરી ના પટાંગણમાં પ્રતીક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહેલ છે

આ હડતાલના પગલે ભાવનગર સહિત ગુજરાતના તમામ ગામોમાં આરોગ્યની સેવાઓ પર ખુબ જ માઠી અસર થવા પામેલ છે અપાતી માતૃ બાળ સેવાઓ રસીકરણ વગેરેની કામગીરી તદ્દન ઠપ થઇ ગઈ છે તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર નો સ્ટાફ હડતાલ પર હો ને કારણે દર્દીઓને લેબોરેટરી તથા દવા લેવામાં ખૂબ જ અગવડતા નો સામનો કરો કરવામાં આવી રહ્યો છે આ પરિસ્થિતિમાં ગ્રામજનો દ્વારા પણ આરોગ્ય કચેરી ના પ્રશ્નો નો સત્વરે સરકારશ્રી દ્વારા ઉકેલ લાવવામાં આવે તેવી લોક માંગણી છે
તસવીર ધમૅન્દ્ર સિંહ સોલંકી વલભીપુર

Previous articleરાજુલાના પત્રકાર મનીષ મહેતાના પુત્ર ધર્મેશનો જન્મદિવસ
Next articleનિરમા લિમિટેડના સહયોગથી શિશુવિહાર સંસ્થા દ્વારા નર્મદ ગામજનો ને ચશ્માં વિતરણ કરાયા