ભાવનગર શહેરમાં ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલની ઉપસ્થિતીમાં CAA અંગે લોકોને માહિતગાર કરવા બાઈક રેલી યોજાઈ

691

ગુજરાત રાજ્યના ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલએ જણાવ્યુ હતુ કે ભાવનગરની પ્રજા આ કાયદાના સમર્થનમા છે તે સારી બાબત કહેવાય. વર્ષો પછી ગાંધીજીનુ સ્વપ્ન પુર્ણ કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ કાર્ય આગળ ધપાવ્યુ છે. આ કાર્યને ભાવનગરની જનતાનુ પણ ખુબ જ સમર્થન મળી રહ્યુ છે. વધુમા તેમણે જણાવ્યુ હતુ કે વિપક્ષે રાજકારણના નામે ઝઘડાઓનું વાતાવરણ દેશમા સર્જ્યુ છે. CAA –સિટિઝન એમેન્ડેડ એક્ટ દ્વારા બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન જેવા દેશોમા લઘુમતી ધરાવતા લોકો માટે ભારતમા આવકાર આપવામા આવશે એટલે કે તેમને ભારતમાં સીટીઝનશીપ મળશે.


આ કાર્યક્રમ અંતર્ગત બાઈક રેલીનુ આયોજન કરાયુ હતુ. જેમા વિદ્યાર્થી તેમજ કાર્યકર્તાઓ જોડાયા હતા. આ રેલીનુ પ્રસ્થાન સરદારનગર ગુરૂકુળના ટ્રસ્ટી કે.પી.સ્વામીએ ભગવો ધ્વજ ફરકાવીને કર્યુ હતુ.

આ રેલી શહેરના પરીમલ ચોક, સહકારી હાટ, સંતકવરામ ચોક, જૈન દેરાસર, સર.ટી. હોસ્પિટલ, હોટલ બ્લુ હિલ, જશોનાથ સર્કલ, મોતીબાગથી લઈ કલેક્ટર કચેરી સુધી ફરી હતી અને લોકોને CAA –સિટિઝન એમેન્ડેડ એક્ટ વિશે માહિતગાર કર્યા હતા.


આ કાર્યક્રમમા ભાવનગર મહાનગરપાલિકાકાના મેયર મનહરભાઈ મોરી, લીલા ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના કોમલકાંત શર્મા, ભુતપૂર્વ સાંસદ રાજેન્દ્રસિહ રાણા, દિંનેશભાઈ શુક્લ, ભાવનગરના ઉદ્યોગપતિ ગૌરાંગભાઈ શેઠ, કે.પી.સ્વામી તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામા હાજર રહ્યા હતા.

Previous articleનિરમા લિમિટેડના સહયોગથી શિશુવિહાર સંસ્થા દ્વારા નર્મદ ગામજનો ને ચશ્માં વિતરણ કરાયા
Next articleસોસીયા ગામેથી ચોરાઉ મોટર સાયકલ સાથે એક ઝડપાયો