મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજની બી.કોમ. વિભાગની વિદ્યાર્થીનીઓએ બાલાજી વેફર્સ-રાજકોટની મુલાકાત લીધી હતી.
વર્તમાન શિક્ષણ પધ્ધતિમાં માર્કેટીંગ અને મેનેજમેન્ટના અભ્યાસક્રમમાં માત્ર થીયરીકલ ભણાવવામાં આવે છે. પ્રેક્ટિકલ વિષય ના હોવાને કારણે વિદ્યાર્થીનીઓને વિષયનું પુરતું જ્ઞાન મળતું નથી. આજનો યુગ ધંધાકિય રીતે સ્પર્ધાત્મક યુગ છે, પોતે બનાવેલી પ્રોડક્ટસને માર્કેટમાં આધુનિક પધ્ધતિથી વેચાણ અર્થે કઈ રીતે મુકી શકાય તેવા સારા મેનેજમેન્ટ અને માર્કેટીંગ નિષ્ણાંતોની જરૂરીયાત રહેતી હોય છે. નંદકુંવરબા મહિલા કોલેજ વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસ માટે અનેક કાર્યક્રમો કરે છે જેના ભાગરૂપે બાલાજી વેફર્સની મુલાકાત લઈ વિદ્યાર્થીનીઓને આ કંપનીની વિવિધ પ્રોકડ્ટસ વિશે માહિતગાર કર્યા હતા.આ મુલાકાત દરમ્યાન હાલની આધુનિક મશીનરીનો ઉપયોગ કરી પ્રોડક્ટસનું ઉત્પાદન અને તેનું પેકીંગ કેવી રીતે કરવામાં આવે છે, તેની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થીનીઓએ મેળવી હતી.