બોલિવુડમાં તેજી સાથે ઓળખ ઉભી કરી રહેલી સેક્સી ્સ્ટાર નોરા ફતેહી હાલમાં સતત સક્રિય દેખાઇ રહી છે. તેના ઇન્સ્ટાગ્રામ પર નવ મિલિયન અથવા તો ૯૦ લાખ ફોલોઅર્સ થઇ ગયા છે. આ ખુશીના પ્રસંગે નોરાએ કેટલાક નવા ફોટો ફોલોઅર્સ સાથે શેર કર્યા છે. નવા ફોટો પોસ્ટ કરવામાં આવ્યા બાદ તમામ ચાહકો જોરદાર રીતે હેરાન દેખાઇ રહ્યા છે. સાથે સાથે ખુશી અને રોમાંચ પણ અનુભવ કરી રહ્યા છે. નોરાના નવા ફોટાના કારણે ચાહકો ભારે પસંદ કરી રહ્યા છે. નોરાએ ગોલ્ડન ઓફ શોલ્ડર ટોપ અને લેપાર્ડ પ્રિન્ટ સ્કર્ટ પહેરીને ફોટો જારી કર્યા છે. બે ફોટો શેયર કરવામાં આવ્યા બાદ તેના ફેન્સમાં ચર્ચા છે. એક ફોટોની સાથે નોરાએ લખ્યુ છે કે દરેક ચમકી રહેલી ચીજ તેના માટે સોના સમાન છે. બીજજા પોસ્ટમાં નોરાએ ફેન્સને લખ્યુ છે કે સ્વીટ ડ્રીમ. નોરાના પોસ્ટને જોઇને ચાહકો રોમાંચિત થઇ ગયા છે. ચાહકોએ તેમની પ્રતિક્રિયા આપી છે. જેમાં કેટલાકે તેને હોટ અને ખુબ જ ખુબસુરત તરીકે ગણાવીને પ્રશંસા કરી છે. કેટલાક ચાહકો તો સ્પીચલેસ થઇ ગયા છે. આ ચાહકોએ કોમેન્ટમાં વાવ અને ઓ માય ગોડ જેવા શબ્દોની વાત કરી છે.
સામાન્ય રીતે નોરા હમેંશા ચાહકોમાં ફોટાઓ મારફતે લોકપ્રિય રહે છે. આ જ કારણ છે કે સોશિયલ મિડિયા પર તેની ફેન ફોલોવિંગ સતત વધી રહી છે. નોરા ટુંક સમયમાં સ્ટ્રીટ ડાન્સર થ્રીડીમાં નજરે પડનાર છે. જેમાં વરૂણ ધવન અને શ્રદ્ધા કપુર લીડ રોલમાં દેખાશે. ફિલ્મના ટ્રેલરને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ ૨૪મી જાન્યુઆરીના દિવસે દેશમાં રજૂ કરવામાં આવનાર છે. નોરા ફતેહીની ઓળખ એક સેક્સી, હોટ સ્ટાર તરીકે કરવામાં આવે છે.