સિહોરમાં કાયદો ને વ્યવસ્થા છેલ્લા ઘણા સમયથી કથળી છે અને દિવસે દિવસે કથળતી જાય છે અને નશીલા પદાર્થઓનું પણ ધૂમ વેચાણ ખુલ્લે આમ થઈ રહ્યું હોવાની પણ ચર્ચાઓ છે જેને લઈને ભાવનગર એસ.પી. માલ દ્વારા સિહોરમાં અન્ય બે પોલીસ અધિકારીઓની પણ નિયુક્તિ કરી છે. હાલ મહિલા પી.એસ.આઈ પરમાર ફરજ બજાવી રહ્યા હતા તે ઉપરાંત હવે પી.એસ.આઈ સોલંકી તથા પ્રોબેશન પી.એસ.આઇ બુચ પણ ફરજ પર હાજર થઈ ગયા છે બાદ આજે ફરી લોકોમાં પોલીસનો ખોફ બેસે માટે નવા નિમાયેલ અધિકારી સોલંકી મેદાને પડ્યા છે ત્યારે આજે કદાચ કહી શકાય કે છ માસ પછી આ ગામના લોકોને શહેરમાં પોલીસનું અસ્તિત્વ હોવાનો અહેસાસ થયો હતો છ માસ પહેલા શક્તિસિંહ ઝાલાની બદલી બાદ સૌ પ્રથમવાર કોઈ અધિકારી શહેરમાં ચાલીને રાઉન્ડ માટે નીકળ્યા હતા અને સાથે પોલીસ ની આગળ પાછળ જીપો અને પંદર જેટલા પોલીસ જવાનો સાથે મેઈન બજારમાં નીકળતાની સાથે જ અડધુ ગામ એમજ સાફ સુથરુ થઈ ગયું હતું અને સાથે ગુનાહિત પ્રવુતિ સાથે જોડાયેલા લોકો ગર્ભગૃહમાં સમાય ગયા હતા.