ઘોઘામાં આવેલ ૧૭૮ વર્ષથી વધુ જુના ચર્ચમાં નાતાલ પર્વની ભવ્ય ઉજવણી કરાઈ

691

ઘોઘા ખાતે આવેલ વર્ષો જુના એક માત્ર ચર્ચ ખાતે ઘોઘાના ખ્રિસ્તી પરિવારો દ્વારા પરંપરાગત રીતે નાતાલ પર્વની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી આ ઉત્સવને લઇ ને ખ્રિસ્તી સમુદાયના નાના-મોટા તમામ લોકો સામેલ થયા હતા
ભાવનગર જિલ્લાના ઘોઘા સમુદ્ર તટે આવેલ ખ્રિસ્તી સમુદાયનું ચર્ચની નોંધ ઇતિહાસના ઉજળા પાને થયેલી છે.એક સમયે ઘોઘા બંદર જગવિખ્યાત હતું ઈ.સ ૧૮૪૧ના મે મહિનાની ૨૫ તારીખ એ કાઠીયાવાડમાં ઈસુ ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરવા માટે આઇરિશ પ્રેસ્બિટેરિયન મંડળીના પહેલા બે પ્રેરિતો રેવ.જેમ્સ ગ્લાસ્ગો તથા રેવ. આલેક્ઝાડર કેર સહ કુટુંબ સાથે ઘોઘા બંદરે આવી પહોંચ્યા હતા અને ખ્રિસ્તી સમુદાય ની અહીંયા સ્થાપના કરી હતી અને અહીંયા તેમના દ્રારા ચર્ચનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું,આ ચર્ચ ૧૭૮ વર્ષ કરતા પણ વધુ જુનુ હોવાનું પ્રમાણ આ ચર્ચ માં લગાવેલ તકતી પરથી ફલીત થાય છે.સમગ્ર ચર્ચ વિષે માહિતી આપતિ અનેક કિંમતી ધાતુઓની તકતીઓ ઈ.સ ૧૮૪૧માં લગાવવામાં આવી હતી.પરંતુ સમયાંતરે ઘોઘા બંદર ભાંગી પડતા અહીં વસવાટ કરતા ખ્રિસ્તી સમાજના લોકો પરદેશ અને પરપ્રાંતમાં સ્થળાંતરીત થયા હતા હાલમાં અહીંયા ૪૦ જેટલા પરિવારોનો કાયમી વસવાટ છે આ પરિવારોના અનેક સભ્યો પરદેશમાં રહે છે અને ત્યાં જ વેપાર-ધંધાઓ વિકસાવે છે
પ્રતિવર્ષ ક્રિસમસ પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી કરે છે.આ પરંપરા અનુસાર આ વર્ષે પણ આ ચર્ચમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ખ્રિસ્તી જન્મનું નાટક,કેરોલ સિંગિંગ,દાંડિયારાસ-ગરબા,ભક્તિ સભા,સમૂહ પ્રાર્થના,સમૂહ ભોજન સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું.

તસ્વીર : નીતિન મેર (ઘોઘા)

Previous articleવલ્લભીપુર ખાતે શંકરા આઈ હોસ્પિટલ દ્વારા ફ્રી મોતીયાનો કેમ્પ યોજાયો
Next articleશિશુવિહાર બાળ પુસ્તકાલયના ઉપક્રમે અતુલ્ય ભારત અંગે ચિત્ર સ્પર્ધા યોજાઈ