નવી પેઢી વાંચન અભીમુખ રહે તે હેતુસરથી છેલ્લા 10 વર્ષથી કાર્યાન્વિત શિશુવિહાર બાળ પુસ્તકાલયનાં ઉપક્રમે નગરપાલિકાની 54 શાળાઓમાં પૂજ્ય મોરારીબાપુનાં વરદ હસ્તે નવેમ્બર માસમા 100-100 પુસ્તકોનું વિતરણ થયું. ‘અતુલ્ય ભારત’ વિષય ને લઇને આપવામા આવેલ પુસ્તકોનાં આધારે શિક્ષકો માટેનો એક વર્કશોપ સંસ્થા પ્રાગણમાં યોજાયો. જે અનુસંધાને નગરપાલિકાની શાળાઓના બાળ પુસ્તકાલય તથા ચિત્રની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તા.26 ડિસેમ્બર નાં રોજ નગરપાલિકાની 54 શાળાઓના 178 વિધાર્થી ભાઇઓ-બહેનો માટે ‘અતુલ્ય ભારત’ વિષયે ચિત્ર સ્પર્ધા યોજાય હતી. જેમાં ઉત્તમ 24 ચિત્રો ને પસંદ કરી ફરી વર્કશોપ યોજીને બાળકોના ફોટા સાથેનું વર્ષ 2020-21નું કેલેન્ડર પણ તૈયાર કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ શ્રી અશોક ભાઈ પટેલ તથા શ્રી રમેશભાઈ ગોહેલનાં માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધા યોજાય હતી. આ કાર્યક્રમનું સંકલન સંસ્થાનાં પ્રોગ્રામ કોર્ડીંનેટર શ્રી હિનાબહેન ભટ્ટએ કર્યું હતુ. અધ્યક્ષ શ્રી શિક્ષણ સમિતિનાં માર્ગદર્શન હેઠળ છેલ્લા 10 વર્ષથી યોજાતા બાળ-વિકાસ કાર્યક્રમની ઉપયોગીતા બીજા જીલ્લાઓએ પણ સ્વીકૃત કર્યા છે જે ભાવનગરની શિક્ષણ પરંપરાને ઉજવળ કરે છે.