કુડા ના દરિયા કિનારે પેલીકન પક્ષી ઘાયલ અવસ્થામાં તડફડીયા મારતું અને ઉડી શકતું ના હોવાનું જોતા ગામ ના લોકો એ ઘોઘા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને જાણ કરી હતી ત્યાર બાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને એન.જી.ઓ ગ્રુપ સ્થળ પર પહોંચતા પેલીકન ને પગ પર પેરાલિસિસ ની અસર અને અશક્તિ જણાઈ આવતા તેને રેસ્ક્યુ કરી મેડિકલ માટે ઘોઘા લઇ આવવા માં આવેલ અને હાલ માં વધુ સારવાર માટે તેને ઘોઘા ફોરેસ્ટ ઓફીસ એ રાખવામાં આવેલ છે
આ પેલીકન પક્ષીઓ મુખ્યત્વે તેમની કોથળીવાળી ચાંચને કારણે તેમજ તેમની વિશાળ પાંખોને કારણે અન્ય યાયાવર પક્ષીઓથી અલગ પડે છે.તેઓ મુખ્યત્વે વી આકારમાં ઉડવાનું પસંદ કરે છે,આ પક્ષીઓ તેમનો લીડર ઉડતા કે તરતા જે દિશામાં વળે તે દિશામાં વળતા હોય છે,તેઓ શિસ્તબદ્ધ રીતે પોતાના આ સમૂહમાં વર્તતા જોવા મળે છે.તેમની મુખ્ય ખોરાક છીછરા પાણીની માછલીઓ હોવાને કારણે તેઓ આ વિસ્તારમાં અહીં ઉતર્યા હોવાનું પક્ષી નિષ્ણાતો જણાવી રહ્યા છે
તસ્વીર : નીતિન મેર (ઘોઘા)