ગુજરાત સરકાર દ્વારા ખાનગી શાળાને પ્રોત્સાહિત કરવા અને મફત શિક્ષણની જવાબદારીમાંથી હાથ ઉંચા કરી લેવા શાળાને મર્જ કરવાનો નિર્ણય કરેલ છે.
ભાવનગર શહેર જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા સ્પષ્ટ માંગણી છે કે ભાવનગર જિલ્લાની કોઈપણ શાળાને મર્જ ન કરવી અને જો ભાવનગર જિલ્લામાં શાળા મર્જ કરવા કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો યુવક કોંગ્રેસ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે જેની સંપુર્ણ જવાબદારી આપશ્રી તથા સરકારના જવાબદાર અધિકારીઓની રહેશે.